VIDEO: અરવલ્લી: બાયડમાં મૃતકના નામે જમીનનો ખોટો પાવર ઓફ એટર્ની બનાવતી ટોળકી ઝડપાઈ
અરવલ્લીના બાયડમાંથી ખોટી ઓળખ ઊભી કરી જમીનનો પાવર ઓફ એટર્ની નોંધાવ

અરવલ્લીના બાયડમાંથી ખોટી ઓળખ ઊભી કરી જમીનનો પાવર ઓફ એટર્ની નોંધાવવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે એક અજાણ્યા ઇસમ સહિત ત્રણ શખ્સો સામે બાયડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આક્ષેપ છે કે, આરોપીઓએ એક મૃતક વ્યક્તિના નામે નકલી દસ્તાવેજો તૈયાર કરી તેની ગેરકાયદેસર નોંધણી કરાવી હતી. આ છેતરપિંડીમાં બે શખ્સોએ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ખોટી ઓળખ આપી સાક્ષી તરીકે સહીઓ પણ કરી હતી. બાયડ પોલીસે આ મામલે ખેડાના બરેલા ગામના જગદીશભાઈ બાબુભાઈ પરમાર, બાયડના બીબીની વાવના ચેતનસિંહ પર્વતસિંહ સોલંકી અને એક અજાણ્યા શખ્સ સામે નોંધણી અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


