Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : VIDEO: Umreth by-election battle! Congress' Bhriguraj Singh Chauhan fills form, Vijay Vishwas Sammelan held with show of strength

VIDEO: ઉમરેઠ પેટાચૂંટણીનો જંગ! કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણે ફોર્મ ભર્યું, શક્તિપ્રદર્શન સાથે વિજય વિશ્વાસ સંમેલન યોજાયું

Timeછેલ્લું અપડેટ : 06 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: આણંદ જિલ્લાની પ્રતિષ્ઠિત ગણાતી ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ બની છે. આજે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાના ટેકેદારો અને પક્ષના દિગ્ગજ નેતાઓની હાજરીમાં વિજયના વિશ્વાસ સાથે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું.

App Store

ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્વે ઉમરેઠના જાણીતા 'નાસિક વાળા હોલ' ખાતે કોંગ્રેસ દ્વારા એક ભવ્ય 'વિજય વિશ્વાસ સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં કાર્યકરોની જંગી મેદની ઉમટી પડી હતી, જે કોંગ્રેસની આંતરિક એકતા અને ઉત્સાહનો પરચો આપતી હતી.

દિગ્ગજ નેતાઓની હાજરી
આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, આણંદના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી સહિત જિલ્લાના અનેક અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મંચ પરથી સંબોધન કરતા નેતાઓએ જનતાના પ્રશ્નો અને વિસ્તારના વિકાસના મુદ્દે લડત ચલાવવાની ખાતરી આપી હતી. કાર્યકરોમાં જોમ પૂરવા માટે નેતાઓએ 'વિજય વિશ્વાસ'નો મંત્ર આપ્યો હતો.
 
ઉત્સાહ સાથે ફોર્મ ભર્યું
સંમેલન પૂર્ણ થયા બાદ એક વિશાળ રેલી સ્વરૂપે ભૃગુરાજસિંહ ચૌહાણ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. રસ્તામાં ઠેર-ઠેર કાર્યકરોએ ફૂલહારથી તેમનું સ્વાગત કર્યું હતું. મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ તેમણે વિધિવત રીતે ફોર્મ ભર્યું હતું. ભૃગુરાજસિંહ ચૌહાણની ઉમેદવારીથી સ્થાનિક કાર્યકરોમાં એક નવો સંચાર જોવા મળી રહ્યો છે, જે આગામી ચૂંટણીમાં રસાકસી વધારશે તે નક્કી છે.