Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : PSI of Lal Darwaza police post caught red-handed by ACB while taking a bribe of Rs. 30 thousand

Anand news: લાલ દરવાજા પોલીસ ચોકીના PSIને રૂ. 30 હજારની લાંચ લેતા રંગે હાથ ACBએ ઝડપ્યા

Timeછેલ્લું અપડેટ : 02 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Anand news: લાલ દરવાજા પોલીસ ચોકીના PSIને રૂ. 30 હજારની લાંચ લેતા રંગે હાથ ACBએ ઝડપ્યા
સોર્સ : GSTV

આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં ભ્રષ્ટાચાર વિરોધી શાખા (એસીબી)એ મોટી કાર્યવાહી કરતા લાલ દરવાજા પોલીસ ચોકીના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા છે. અશાંતધારાની બે અરજી માટે પીએસઆઈએ અરજદાર પાસે લાંચની માંગણી કરી હતી, જે મામલે એસીબીએ છટકું ગોઠવી પીએસઆઈને દબોચી લેતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.

App Store

પંકજ પટેલે બે અરજીના રૂપિયા ૨૦-૨૦ હજારની લાંચ માંગી

ખંભાત લાલ દરવાજા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ પંકજ પરસોત્તમભાઈ પટેલ સામે લાંચ લેવાના ગંભીર આરોપ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર વિગત મુજબ, એક અરજદાર પાસેથી અશાંતધારા હેઠળની બે અલગ-અલગ અરજી માટે પીએસઆઈ પંકજ પટેલે બે અરજીના રૂપિયા ૨૦-૨૦ હજારની લાંચ માંગી હતી.