Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Meghraja's thunderous entry in Khambhat town of Anand district Heavy rains in Khambhat town

VIDEO: આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ખંભાત શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. અંદાજે દોઢ ઇંચ જેટલા ખાબકેલા ધોધમાર વરસાદથી વાતાવરણમાં બફારામાંથી રાહત મળી છે અને ગ્રામીણ વિસ્તારોના ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. જોકે, સીઝનના આ પ્રથમ વરસાદે જ પાલિકા તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે મોચીવાડ અને રણમુક્તેશ્વર મંદિર પાસે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેમાં વાહનોના વ્હીલ પણ ડૂબી ગયા હતા. ઠેર-ઠેર પાણી ભરાવાની આ સમસ્યાને કારણે સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું છે અને સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

App Store