Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : VIDEO: Big uproar in Amreli Congress: NSUI president Sahil Sheikh leaves 'claws' and grabs 'lotus', BJP immediately gives him a big gift!

VIDEO: અમરેલી કોંગ્રેસમાં મોટો ભડકો: NSUI પ્રમુખ સાહિલ શેખે 'પંજો' છોડી 'કમળ' પકડ્યું, ભાજપે તરત જ આપી મોટી ભેટ!

Timeછેલ્લું અપડેટ : 11 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા અમરેલી જિલ્લામાં રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. અમરેલી જિલ્લા કોંગ્રેસના યુવા સંગઠનમાં મોટું ભંગાણ પડ્યું છે. જિલ્લા NSUIના પ્રમુખ સાહિલ શેખે કોંગ્રેસ સાથેના તમામ છેડા ફાડી નાખ્યા છે અને સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી લીધો છે.

App Store

કેસરિયો ખેસ અને 'વરદહસ્ત'
સાવરકુંડલા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાળાએ સાહિલ શેખને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. સાહિલ શેખની સાથે તેમના અનેક સમર્થકો પણ ભાજપમાં જોડાયા હોવાના અહેવાલ છે, જે કોંગ્રેસ માટે આગામી ચૂંટણીમાં ચિંતાનો વિષય બની શકે છે.

જોડાતાની સાથે જ મોટી 'લોટરી'
સાહિલ શેખ માટે ભાજપમાં પ્રવેશ જબરો ફળ્યો છે. પક્ષમાં જોડાયાના ગણતરીના કલાકોમાં જ ભાજપ હાઈકમાન્ડે તેમના પર વિશ્વાસ મૂકીને મોટી જવાબદારી સોંપી દીધી છે. સાવરકુંડલા નગરપાલિકાની આગામી ચૂંટણી માટે વોર્ડ નંબર 9 માં સાહિલ શેખને ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આમ, કોંગ્રેસના પૂર્વ યુવા નેતા હવે ભાજપના પ્રતીક પર નસીબ અજમાવશે.

રાજકીય સમીકરણોમાં પલટો
અમરેલી જિલ્લો વર્ષોથી રાજકીય રીતે સક્રિય રહ્યો છે. NSUI પ્રમુખ જેવા મહત્ત્વના પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાનાર સાહિલ શેખના નિર્ણયથી યુવા મતોમાં મોટું વિભાજન જોવા મળી શકે છે. ખાસ કરીને સાવરકુંડલાના સ્થાનિક રાજકારણમાં હવે ભાજપ વધુ મજબૂત સ્થિતિમાં હોવાનું જણાય છે.