Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Successful rescue of people trapped in a field in Uchiya village of Rajula taluka

VIDEO: રાજુલા તાલુકાના ઉચીયા ગામે ખેતરમાં ફસાયેલા લોકોનું સફળ રેસ્ક્યુ, 45 લોકોનો તંત્રે બચાવ્યો જીવ

Timeછેલ્લું અપડેટ : 27 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ઉચીયા ગામે ખેતરમાં ફસાયેલા લોકોનું સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું..ભારે વરસાદ અને પાણી ભરાઈ જવાને કારણે ગામના ખેતરોમાં આશરે 40 થી 50 લોકો ફસાયા હતા.

App Store

અમરેલીના રાજુલા તાલુકામાં 6.22 ઈંચ વરસાદ 

ઘટના અંગે જાણ થતાં જ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી તથા પીપાવાવ મરીન પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.બંને ટીમે સંયુક્ત રીતે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી તમામ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.  અમરેલીના રાજુલા તાલુકામાં 6.22 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય ભાવનગરના મહુવામાં 3.39 ઈંચ વરસાદ, ખેડાના ગળતેશ્વરમાં અને ભાવનગરના વલ્લભીપુરમાં 3.15 ઈંચ તેમજ અમરેલીના લિલિયામાં 3.07 ઈંચ વરસાદ નોંધાયો હતો.