VIDEO: Amreli / ભાજપ સરકારે વિધર્મીઓના નાશ માટે ઝુંબેશ શરૂ કરી; ધારાસભ્ય જે.વી. કાકડીયાના પત્નીનું વિવાદિત નિવેદન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડીયાના પત્ની કોકીલાબેન કાકડીયાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ વિવાદાસ્પદ નિવેદન આપતા જોવા મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. કોકીલાબેન કાકડીયા ભાજપના કાર્યકરો અને સમર્થકો સાથે હાજર હતા. આ દરમિયાન તેમણે સરકારની કામગીરીના વખાણ કરતા એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
વાયરલ વિડિયોમાં કોકીલાબેન કાકડીયા એવું કહેતા સંભળાય છે કે, "ભાજપ સરકારે વિધર્મીઓના નાશ માટે ઝુંબેશ શરૂ કરી છે." તેમના આ નિવેદનનો વિડિયો વાયરલ થતા જ વિપક્ષ અને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા આ નિવેદનને લઈને અનેક સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે.

