VIDEO: Amreliમાં કમોસમી વરસાદથી પરેશાન ખેડૂતો માટે ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ
સોર્સ : gstv
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી પરેશાન ખેડૂતો માટે ટેકાના ભાવે ચણાની ખરીદીનો મંગલ પ્રારંભ થયો છે. સાવરકુંડલા, અમરેલી અને ધારી સહિતના કેન્દ્રો પર નાફેડ અને ગુજકોમાસોલ દ્વારા રૂપિયા ૧૧૭૫ના ભાવે ખરીદી શરૂ કરાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સરકાર દ્વારા બે હેક્ટર દીઠ ૯૦ મણની મર્યાદામાં ખરીદી કરવામાં આવી રહી છે. ખુલ્લા બજારમાં રૂપિયા 850થી રૂપિયા 1020 જેવા નીચા ભાવ મળતા હોવાથી ટેકાના ભાવની આ પ્રક્રિયા આશીર્વાદરૂપ સાબિત થઈ છે. એકલા સાવરકુંડલામાં જ 6200 ખેડૂતોએ નોંધણી કરાવી છે. ખેડૂતોએ આ પ્રક્રિયાથી સંતોષ વ્યક્ત કર્યો છે અને વધુ જથ્થો ખરીદાય તેવી આશા સેવી છે.

