Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : After Ahmedabad, now an incident of love jihad in Amreli? Controversy flares up after a girl marries a heretic young man

Amreli news: અમદાવાદ બાદ હવે અમરેલીમાં લવ જેહાદનો બનાવ? યુવતીએ વિધર્મી યુવક સાથે લગ્ન કરી લેતા વિવાદ વકર્યો

Timeછેલ્લું અપડેટ : 22 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Amreli news: અમદાવાદ બાદ હવે અમરેલીમાં લવ જેહાદનો બનાવ? યુવતીએ વિધર્મી યુવક સાથે લગ્ન કરી લેતા વિવાદ વકર્યો
સોર્સ : GSTV

Amreli news: અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયામાં લવ જેહાદ (Love Jihad) અને પોક્સો (POCSO) હેઠળ વિધર્મી યુવકો સામે ત્રણ ફરિયાદો નોંધાઈ હોવાની ઘટનાઓ હજુ તાજી જ છે, ત્યાં હવે અમરેલી જિલ્લામાં એક યુવતી દ્વારા વિધર્મી યુવક સાથે લગ્ન કરી વીડિયો જાહેર કરવાના કિસ્સાએ નવો વિવાદ છેડ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક કક્ષાએ જ્ઞાતિગત તણાવ વધવાની આશંકા સેવાઈ રહી છે.

App Store

બ્યુટી પાર્લરના બહાને ભાગી ગઈ
મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાની રહેવાસી હિન્દુ યુવતી આશરે 10 દિવસ પહેલાં સુરતમાં બ્યુટી પાર્લરનો કોર્સ કરવાના બહાને ઘરેથી નીકળી હતી. જો કે, થોડા દિવસો સુધી દીકરીનો કોઈ સંપર્ક ન થતાં અને તે ઘરે પરત ન ફરતાં, અંતે ચિંતાતુર પરિવારે રાજુલા પોલીસ સ્ટેશનમાં પોતાની દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા યુવતીની શોધખોળ અને તપાસ ચાલી રહી હતી.

વીડિયોમાં ચોંકાવનારી કબૂલાત
આ તપાસ દરમિયાન અચાનક યુવતીએ તેના વિધર્મી પ્રેમી સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેણે સૌને ચોંકાવી દીધા છે. આ વીડિયોમાં યુવતી સ્પષ્ટપણે જણાવી રહી છે કે તેણે કોઈ પણ પ્રકારના દબાણ, લાલચ કે ધમકી વગર પોતાની મરજીથી યુવક સાથે લગ્ન કરી લીધા છે.

પરિવાર સામે ગંભીર આક્ષેપ
વીડિયોમાં યુવતી વધુમાં જણાવે છે કે, 'મે મારી મરજીથી લગ્ન કરી લીધા છે. જો મને, મારા પતિ કે મારા સાસરિયા પક્ષના કોઈ પણ સભ્યને ભવિષ્યમાં કંઈ પણ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી મારા પરિવારની રહેશે.' યુવતીની આ કબૂલાત અને પરિવાર સામેની ધમકીએ આ કેસમાં નવો વળાંક લાવ્યો છે. સ્થાનિક ધાર્મિક સંગઠનો દ્વારા આ ઘટનાને 'લવ જેહાદ'નો કિસ્સો ગણાવી ઉગ્ર વિરોધ નોંધાવવાની શક્યતા છે, જ્યારે પોલીસ અત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તૈનાત છે.