Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Meghmeher in Amreli at Ashadi; Waterlogging occurred in several areas due to rain

VIDEO: અષાઢી બીજે Amreliમાં મેઘમહેર; અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતભરના છૂટાછવાયા સ્થળોએ હવામાન વિભાગે વરસાદીની આગાહી વચ્ચે રાજ્યમાં ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે. ગુરુવારે(16 જુલાઈ) અષાઢી બીજના દિવસે અમરેલીના જાફરાબાદ, રાજુલા, લાઠી સહિતના પંથકમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે.

App Store

અમરેલીના અનેક તાલુકામાં મેઘમહેર

અમરેલી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં અનેક તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. 16 જુલાઈએ સવારથી ભારે બફારા બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. જ્યારે જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારના નાગેશ્રી, મીઠાપુર, દુધાળા, હેમાળ, ભૂંડણી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. સારો એવો વરસાદ થતાં ખેડૂતોમાં હરખ છવાયો છે.

લાઠી-રાજુલામાં પંથકમાં ભારે વરસાદ

બીજી તરફ, લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ થયો છે. જેમાં લાઠીના ચાંવડ હાઇવે, આંબરડી ગામ સહિતના વિસ્તારોમાં વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી છે. જ્યારે રાજુલા પંથકમાં થોડા દિવસના વિરામ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં ડુંગર, કુંભારીયા, દેવકા, મજાદર, વિક્ટર સહિતના ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો છે.