Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad / Ashadhi Bija Dhoom in Dholka Panthak; 75th Rath Yatra from Charsheri and 5th Rath Yatra from Keliya Vasana

VIDEO: Ahmedabad / ધોળકા પંથકમાં અષાઢી બીજની ધૂમ; ચારશેરીથી 75મી અને કેલિયા વાસણાથી 5મી રથયાત્રા શરૂ

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ ગ્રામ્યના ધોળકા પંથકમાં આજે અષાઢી બીજના પાવન પર્વે ભક્તિનો અનોખો રંગ જોવા મળ્યો છે! ધોળકામાં આજે કાળિયા ઠાકર નગરચર્યાએ નીકળ્યા છે, જેને પગલે સમગ્ર પંથક 'જય રણછોડ'ના નારાઓ સાથે ગુંજી ઉઠ્યો છે. ધોળકા શહેરમાં ચારશેરીના કૃષ્ણ મંદિરથી 75મી ભવ્ય રથયાત્રા, જ્યારે કેલિયા વાસણા ગામે આવેલા ઐતિહાસિક રણછોડરાયના મંદિરથી ૫મી રથયાત્રાનું પ્રસ્થાન થયું છે. કેલિયા વાસણાની યાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના ત્રણ ભવ્ય રથો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ પાવન પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ ભગવાનની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા હતા. શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે ૫૬૪ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો છે, તો બીજી તરફ સમગ્ર રૂટ પર સેવાભાવી લોકો દ્વારા ચા-નાસ્તા અને શરબતની સરવાણી વહાવવામાં આવી રહી છે!

App Store