Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Four lions that attacked youth in Amreli caught, will now be sent to Sakkarbagh from Babarkot centre

અમરેલીમાં યુવક પર હુમલો કરનાર ચાર સિંહો ઝડપાયા, બાબરકોટ સેન્ટરથી હવે સક્કરબાગ મોકલાશે 

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
અમરેલીમાં યુવક પર હુમલો કરનાર ચાર સિંહો ઝડપાયા, બાબરકોટ સેન્ટરથી હવે સક્કરબાગ મોકલાશે 
સોર્સ : gstv

અમરેલીમાં સિંહ હુમલાની ઘટનાને લઈને વનવિભાગની ટીમ દોડતી થઈ છે. થોડા દિવસ પહેલા રાજુલાના કોવાયા ગામમાં પરપ્રાંતીય યુવકને સિંહે ફાડી ખાધો હતો. આ ઘટના બાદ સિંહને પાંજરે પૂરવા વનવિભાગની ટીમે કવાયત હાથ ધરી હતી. આમ, યુવક પર હુમલો કરનાર ચાર સિંહોને વનવિભાગની ટીમે રેસ્ક્યૂ કરીને પાંજરે પૂર્યા છે. જેમાં માનવભક્ષી ચારેય સિંહોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, ત્યારે તમામ સિંહોને જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં કેદ રખાય તેવી શક્યતા છે.

App Store

રાજુલામાં યુવકને ફાડી ખાનાર ચાર સિંહને પાંજરે પૂર્યા 

રાજુલામાં ચાર સિંહની પાંજરે પૂરવામાં આવ્યા છે. આમ, આ ચારેય સિંહને જાફરાબાદના બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ચારેય સિંહોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.

વન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ચારેય સિંહોને બાબરકોટ એનિમલ ખાતે રાખવામાં આવ્યા છે. આ ચારેય સિંહોએ માનવ ભક્ષણ કર્યું હોવાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે, સરકાર માંથી સૂચના આવ્યા બાદ ચારેય સિંહોને જૂનાગઢ ખાતે મોકલવામાં આવશે. આમ, સક્કરબાગ ઝૂમાં કેદ રખાય તેવી શક્યતા છે.