Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Another accused arrested in SD Pay scam case of Rs 634 crore, bogus companies set up to launder money

634 કરોડનું SD Pay કૌભાંડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, નાણા સગેવગે કરવા બનાવી બોગસ કંપનીઓ

Timeછેલ્લું અપડેટ : 17 Sept 2026
લાઇવ ટીવીGoogle News
634 કરોડનું SD Pay કૌભાંડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, નાણા સગેવગે કરવા બનાવી બોગસ કંપનીઓ
સોર્સ : gstv

ઉંચા વળતરની લોભામણી લાલચ આપીને ગુજરાત સહિત દેશભરના લોકો સાથે ₹634 કરોડનું મહાકૌભાંડ આચરનારા મુખ્ય સૂત્રધારો સામે અમરેલી સાયબર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. 'SD Pay' અને 'Apના Pay' નામની મોબાઇલ એપ્લિકેશન બનાવીને પોંઝી સ્કીમ ચલાવતા મુખ્ય 2 માસ્ટરમાઈન્ડ્સ બાદ વધુ એક આરોપી ઝડપાયો છે. જેની સાથે કુલ આરોપીની સંખ્યા 9 પર પહોંચી છે. અમરેલી સાયબર પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા ઝડપી સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે. જે અંગે અમરેલી જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કૌભાંડની વિગતો આપી હતી.

App Store

બે દિવસ પહેલા બે મુખ્ય સૂત્રધારમાં એપ માલિક ધવલ પટેલ અને હિરેન શાહને ઓડિશાથી ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓને ઓડિશાથી ફ્લાઇટ મારફત અમરેલી લાવવામાં આવ્યા હતા. તેની પૂછપરછ કર્યા બાદ લધુ એક આરોપી ભાવેશ અરવિંદ ધનેચાને ઝડપી લેવાયો છે. આ પૂર્વે સાયબર ટીમે આ કૌભાંડમાં સામેલ 6 આરોપીઓને જેલભેગા કર્યા હતા. હાલ આ કેસમાં કુલ 9 આરોપીઓ ઝડપાયા છે.

10 લાખથી વધુ યુઝર્સ જોડાયા હતા, 1.75 લાખથી વધુ લોકો ભોગ બન્યા

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ કાવતરું રચી પોતાના રેફરલથી પહેલા લેવલમાં 271 લોકોને જોડ્યા હતા, ત્યારબાદ મલ્ટિ-લેવલ માર્કેટિંગ (MLM) મોડલ હેઠળ અંદાજે 1.50 થી 1.75 લાખ લોકોને આ ઠગાઈની ઝાળમાં ફસાવ્યા હતા. પ્લે સ્ટોર પર 'SD Pay' એપના 10 લાખથી વધુ ડાઉનલોડ્સ દર્શાવતા હતા. NCCRP પોર્ટલની તપાસમાં આ કૌભાંડ સંબંધિત 18 બેંક ખાતાઓ સામે દેશભરમાંથી 195 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી મળી આવી છે.

નાણા સગેવગે કરવા બનાવી બોગસ કંપનીઓ

રોકાણકારોના નાણાં સગેવગે કરવા અને લોન્ડરિંગ માટે આરોપીઓએ વિવિધ 7 બોગસ (શેલ) કંપનીઓ ઊભી કરી હતી.

1- એસ.ડી. હબ (ઓપીસી) પ્રા. લિ.
2- શિવ ધરતી કોમ્યુનિકેશન પ્રા. લિ.
3- શિવધરતી ટેકનોલોજી પ્રા. લિ.
4- ઉપાય ડિજી પેમેન્ટ ઈન્ડિયા લિ.
5- UPAY DIGI ઈન્ડિયા પ્રા. લિ.
6- યુ પેમેન્ટ ઈન્ડિયા લિમિટેડ
7- હસ્ટલેનેસ્ટ પ્રાઈવેટ લિમિટેડ

શેલ કંપનીઓ બનાવી 1598 કરોડની હેરફેર કરી

આ કંપનીઓના નામથી ખોલાવાયેલા 18 બેંક ખાતાઓમાં અંદાજે 1598 કરોડ રૂપિયા જમા થયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત અન્ય આરોપીઓના વધુ 35 થી 40 બેંક ખાતાઓની તપાસ પણ ચાલી રહી છે. હાલ પોલીસ ટીમ દ્વારા ભોગ બનનારા રોકાણકારોના રૂબરૂ તથા ટેલિફોનિક નિવેદનો નોંધવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે

ટોપિક્સ:GSTV NewsGujarati News