VIDEO: SD Pay કૌભાંડનો પર્દાફાશ, 634 કરોડના ટ્રાન્ઝેક્શન સામે કાર્યવાહી
સોર્સ : gstv
અમરેલી સાયબર ક્રાઈમે SD Pay અને Apna Pay એપના નામે ચાલતા કથિત રોકાણ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સુરત, મહેસાણા અને ગાંધીનગર સહિતના સ્થળોએથી 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસ મુજબ લોકોને આકર્ષક દૈનિક વળતર અને રેફરલ બોનસની લાલચ આપી રોકાણ કરાવવામાં આવતું હતું. તપાસમાં અલગ-અલગ કંપનીઓના 15 જેટલા બેંક ખાતાઓમાં આશરે 634 કરોડ રૂપિયાની રકમ જમા થયાનું સામે આવ્યું છે. સાથે જ દેશભરમાંથી 83 જેટલી સાયબર ફ્રોડ ફરિયાદો મળી હોવાનું પોલીસનું કહેવું છે. આરોપીઓના 30થી 35 જેટલા અન્ય બેંક ખાતાઓની પણ તપાસ ચાલી રહી છે. સમગ્ર નેટવર્ક અંગે SIT દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

