સુરતમાં સ્વામિનારાયણના સંતની કથિત વિવાદીત ટીપ્પણી, આહીર સમાજે માફીની માગ સાથે પ્રદર્શિત કર્યો રોષ
સ્વામિનારાયણ સંપ્રદાય સતત વિવાદોમાં રહે છે. ત્યારે આ વખતે આહીર સમાજ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ

સ્વામિનારાયણ સંપ્રદાય સતત વિવાદોમાં રહે છે. ત્યારે આ વખતે આહીર સમાજ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા કથિત રીતે કરાયેલી ટીપ્પણીનો વિરોધ કરવામાં આવ્યો હતો. આહીર સમાજ દ્વારા એકઠા થઈને દ્વારકાધીશ પર થયેલી ટીપ્પણીના વિરોધમાં એકઠા થઈને નારેબાજી કરાઈ હતી. સાથે જ સંત દ્વારા માફી માગવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
એડિટ થયેલા વીડિયોને લઈ વિવાદ
સુરતમાં આહીર સમાજના પુરૂષો અને મહિલાઓ એકઠા થયા હતાં. તેમણે આહીર સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રીકૃષ્ણ અંગે કરાયેલ વિવાદિત ટીપ્પણીને લઈ વિરોધ નોંધાવ્યો હતો. અગાઉ ભગવાન શ્રીકૃષ્ણ વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં લખાયેલા વિવાદ બાદ વધુ એક સંતની ટીપણી સામે રોષ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.દ્વારકાપતિએ નિવાસ બનાવવા મહારાજને પ્રાર્થના કરી હતી તેવા કથિત અને એડિટ થયેલા વીડિયોને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો.
ચીમકી ઉચ્ચારાઈ
આહિર સમાજના સુરતના કોર્પોરેટરે મનિષા આહીર અને જીતુ કાછડે કહ્યું કે, સ્વામિનારાયણના સંતનો બફાટ ખુલીને સામે આવ્યો છે. વેડરોડ ગુરુકુળના નિલકંઠ ચરણસ્વામીના વિવાદીત નિવેદન સામે આહીર સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે. જેથી સ્વામિનારાયણના સંત માફી માંગે તેવી આહીર સમાજ માગ કરી રહ્યો છે. જો માફી નહી માગવામાં આવે તો પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.







