મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: જગતપુરમાં છેડતી બાદ મારામારીના કેસમાં ગુનો દાખલ

સોર્સ: gstv

અમદાવાદના જગતપુર સ્થિત સેરેનિટી સ્પેસ સોસાયટીમાં થયેલી મારામારીની ઘટના સંદર્ભે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. છેડતી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આ મામલો ૧૨ વર્ષની કિશોરી સાથે થયેલા અડપલાં અને છેડતીની ઘટનાને લઈને બે પક્ષો વચ્ચે ઉગ્ર માથાકૂટ થવાથી શરૂ થયો હતો. દીકરી સાથે થયેલી અયોગ્ય હરકત અંગે ઠપકો આપવા માટે પહોંચેલા સગીરાના પિતા સાથે આરોપીઓએ ઝઘડો કર્યો હતો. ઝઘડો એટલો વધી ગયો કે આરોપીઓએ ઉશ્કેરાઈને કિશોરીના માતા-પિતાની આંખમાં મરચું નાખીને તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર હુમલા અને મારામારીની ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા અને પોલીસ સમક્ષ સામે આવ્યા હતા. આ કેસમાં ઋષભ ચૌહાણ સહિત તેના પરિવારના ૩ સભ્યો સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો