Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Young man deported from America brought to Viramgam police station

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા યુવકને વિરમગામ પોલીસ સ્ટેશન લવાયો, વેરીફીકેશન બાદ પરિવારને સોંપાયો

Timeછેલ્લું અપડેટ : 06 Feb 2025
લાઇવ ટીવીGoogle News
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા યુવકને વિરમગામ પોલીસ સ્ટેશન લવાયો, વેરીફીકેશન બાદ પરિવારને સોંપાયો

ડોનાલ્ડ ટ્રમ્પ સરકારની નીતિના કારણે અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા હોય તેવા લોકોને પાછા જે તે દેશમાં મોકલવામાં આવી રહ્યા છે. ગુજરાતના 33 પૈકી વિરમગામનો એક યુવક જયેશ રમેશભાઈ રામીને અમદાવાદ એરપોર્ટ ખાતેથી SOG પોલીસ દ્વારા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આજે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેનું વેરિફિકેશન કર્યા બાદ તેના પરિવારને સોંપ્યો હતો.

App Store

40 દિવસ પહેલા પત્ની સાથે ગયો હતો અમેરિકા

વધુમાં યુવક સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે જયેશ રમેશભાઈ રામી અને તેની પત્ની બંને ગેરકાયદેસર 40 દિવસ પહેલા અમેરિકા પહોંચ્યા હતા જ્યાં 15 દિવસ ત્યાંની સરકાર દ્વારા કેમ્પમાં રખાયા હતા. ત્યારબાદ પરત મોકલવામાં આવ્યા. યુવકને ખર્ચ બાબતે પૂછતા તેને જણાવ્યું હતું કે હાલ અમે એક પણ રૂપિયાનો ખર્ચ કરેલ નથી ત્યાં કેમ્પમાં નોર્મલ વર્તન કરવામાં આવ્યું હતું.

યુવકની પત્નીને બનાસકાંઠા મોકલાઈ 

યુવકનું જન્મ સ્થળ વિરમગામ હોવાથી વધુ પૂછપરછ માટે વિરમગામ લવાયો હતો. હાલ યુવક મહેસાણાના કડી ખાતે રહે છે પોલીસ વેરિફિકેશન બાદ પોતાના ઘરે જવા યુવક રવાના થયો હતો. જ્યારે તેની  પત્નીને બનાસકાંઠા ખાતે પૂછપરછ કરવા મોકલવામાં આવી હતી