Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Congress on Indians deported from America

'હાથમાં હથકડી જોઇને દુ:ખ થયું', અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા ભારતીયોને લઇને કોંગ્રેસ

Timeછેલ્લું અપડેટ : 05 Feb 2025
લાઇવ ટીવીGoogle News
'હાથમાં હથકડી જોઇને દુ:ખ થયું', અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા ભારતીયોને લઇને કોંગ્રેસ

અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરોને ટ્રમ્પ સરકારે વતન પરત મોકલ્યા છે. ટ્રમ્પે 104 ભારતીય નાગરિકોને ડિપોર્ટ કર્યા છે. મિલ્ટ્રી પ્લેન C17 આ લોકોને લઇને અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયું છે. આ ઘટના પર કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયા આપી છે. 

App Store

ભારતીયોને ડિપોર્ટ કરવાની ઘટના પર કોંગ્રેસે શું કહ્યું?

આ ઘટના પર કોંગ્રેસના સીનિયર નેતા પવન ખેડાએ ટિપ્પણી કરી છે. પવન ખેડાએ દાવો કર્યો છે કે જે ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે તેમના હાથમાં હથકડી લગાવીને અપમાનિત કરવામાં આવ્યા છે. લોકોની તસવીરો જોઇને તેમને ઘણુ દુ:ખ થયું છે.

પવન ખેડાએ UPA શાસનની ઘટનાને યાદ કરી

સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર એક નિવેદન શેર કરતા UPA શાસનની ઘટનાને યાદ કરતા કહ્યું કે, જ્યારે 2013માં ભારતીય રાજદ્વારી દેવયાની કોબરાગડેને અમેરિકામાં હથકડી લગાવવામાં આવી અને કપડા ઉતારીને તપાસ કરવામાં આવી ત્યારે ભારત સરકારે આ ઘટના પર આપત્તિ વ્યક્ત કરી હતી. વિદેશ સચિવ સુજાતા સિંહે અમેરિકન રાજદૂત નેન્સી પોવેલ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

કોંગ્રેસ નેતાએ યાદ અપાવ્યુ કે પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમાર અને રાહુલ ગાંધી અને સુશીલ કુમાર શિંદે જેવા કોંગ્રેસના નેતાઓએ તે સમયે ભારતના પ્રવાસે આવેલા અમેરિકન કોંગ્રેસના પ્રતિનિધિમંડળને મળવાનો ઇનકાર કર્યો હતો અને ભારત સરકારે અમેરિકન દૂતાવાસને આપવામાં આવેલી કેટલીક સુવિધાઓ પરત લીધી હતી.

104 ભારતીયોને લઇને અમૃતર ઉતર્યું C-17 વિમાન

અમેરિકાનું મિલિટ્રી પ્લેન ગેરકાયદેસર ભારતીય પ્રવાસીઓને લઇને અમૃતસર પહોચ્યું છે.અમેરિકન C-147 વિમાન ગેરકાયદેસર પ્રવાસી ભારતીયોને લઇને ભારત પહોચ્યું છે. આ વિમાનમાં 33 ગુજરાતી સહિત 104 ભારતીય સવાર છે.આ વિમાનમાં 13 બાળકો પણ સવાર હતા.

ક્યા રાજ્યના કેટલા લોકો?

આ વિમાનમાં ગુજરાત-હરિયાણાના સૌથી વધુ 33-33, પંજાબના 30, મહારાષ્ટ્રના 3, ઉત્તર પ્રદેશના 3 અને ચંદીગઢના 2 લોકો સામેલ છે. મહત્ત્વપૂર્ણ છે કે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને લઇને અમેરિકન એરફોર્સનું C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટે ટેક્સાસથી ઉડ્યુ હતું. આ વિમાનમાં 104 ગેરકાયદેસર ભારતીય પ્રવાસી સામેલ છે.