Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Women activists upset over congratulations to builder's wife even before candidate announcement!

Ahmedabad news: થલતેજ ભાજપમાં આંતરિક ભડકો, ઉમેદવાર જાહેર પહેલા જ બિલ્ડરનાં પત્નીને અભિનંદનથી મહિલા કાર્યકરો નારાજ!

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: થલતેજ ભાજપમાં આંતરિક ભડકો, ઉમેદવાર જાહેર પહેલા જ બિલ્ડરનાં પત્નીને અભિનંદનથી મહિલા કાર્યકરો નારાજ!
સોર્સ : GSTV

અમદાવાદ શહેરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો તેજ બનતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને થલતેજ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અંદરખાને વિખવાદો સામે આવી રહ્યા છે. હજુ સુધી પાર્ટી દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તે પહેલાં જ એક મહિલા ઉમેદવારને લઈને થયેલી ઘટનાએ વિવાદને જન્મ આપ્યો છે.

App Store

ભાજપની આંતરિક બેઠક દરમિયાન બિલ્ડરનાં પત્નીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, થલતેજ વોર્ડમાં તાજેતરમાં યોજાયેલી ભાજપની આંતરિક બેઠક દરમિયાન બિલ્ડરનાં પત્નીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. નોંધનીય બાબત એ છે કે તેમણે આ વોર્ડમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે, પરંતુ પાર્ટી દ્વારા હજુ સુધી તેમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. છતાં, બેઠક દરમિયાન કેટલાક કાર્યકરો દ્વારા તેમને આગળ વધીને અભિનંદન આપવામાં આવ્યા હતા, જેનાથી અન્ય કાર્યકરોમાં અસંતોષ ફેલાયો છે.

સૂત્રોનું કહેવું છે કે આ મામલો એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે સંબંધિત બિલ્ડર પર ૩ કરોડથી વધુ રકમની છેતરપિંડીના આક્ષેપો છે. સાથે જ ભાજપનો નિયમ છે કે લાંબા સમયથી, ખાસ કરીને આશરે ૯ વર્ષથી પાર્ટી સાથે જોડાયેલા કાર્યકરોને પ્રાથમિકતા આપવામાં આવે છે. છતાં, બિલ્ડર સાથેના જોડાણને કારણે તેમની પત્નીનું નામ મોખરે આવતું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.