Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Woman caught posing as 'customer' at jewelers, 5 thefts solved

Ahmedabad: જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને હાથફેરો કરતી મહિલા ઝડપાઈ, 5 ચોરીના ભેદ ઉકેલાયા

Timeછેલ્લું અપડેટ : 10 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad: જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને હાથફેરો કરતી મહિલા ઝડપાઈ, 5 ચોરીના ભેદ ઉકેલાયા
સોર્સ : GSTV

અમદાવાદના નરોડા પોલીસે જ્વેલર્સ શોરૂમમાં ચોરી કરતી પ્રવિણા સેનવાની ધરપકડ કરી છે. આ મહિલા ગ્રાહક બની શોરૂમમાં પ્રવેશતી અને દાગીના જોવાના બહાને નજર ચૂકવી સોનાની વીંટીઓની ચોરી કરતી હતી. શહેરના વિવિધ વિસ્તારોના CCTV ફૂટેજમાં આ મહિલાની કરતૂત કેદ થઈ હતી. પોલીસ પૂછપરછમાં આરોપી મહિલાએ નરોડા, ઓઢવ અને સાબરમતી સહિત કુલ પાંચ ચોરીની કબૂલાત કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે તેની સામે ભૂતકાળમાં પણ સાત ગુના નોંધાયેલા છે. નરોડા પોલીસે આરોપી મહિલા પાસેથી રૂપિયા 2.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં સોનાની રણી અને ત્રણ વીંટીઓનો સમાવેશ થાય છે.  ત્યારે નરોડા પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

App Store