Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: What happened after the murder of a student at a Seventh-day school? Read who said what

VIDEO: સેવન્થ-ડે સ્કૂલમાં વિદ્યાર્થીના હત્યા બાદ શું ? કોણે શું કહ્યું વાંચો

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અમદાવાદ શહેરમાં ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ-ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકુ મારીને હત્યા કરી નાખતાં ચકચાર મચી ગઈ છે. એક સામાન્ય ધક્કા-મુક્કીની ઘટનાએ આ ગંભીર સ્વરૂપ લીધું હતું. આ સમગ્ર મામલાની તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. વિદ્યાર્થીના મોત બાદ વિવિધ તપાસ એજન્સી, ડીઈઓ અને રાજકીય નેતાઓના નિવેદન સામે આવ્યા હતા. પોલીસે આ કેસમાં બે સગીરોની અટકાયત પણ કરી છે. જે અંગે જીસીપી ક્રાઈમ સરદ સિંગલનું નિવેદન સામે આવ્યું છે. સમગ્ર ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે.  હાલ સ્થાનિક પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પરિવારજનોના આક્ષેપ મુજબ છથી વધુ લોકો હોવાની શંકા છે. સ્કૂલ સંચાલકો દ્વારા પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. 
જેથી એફએસએલ તપાસ જો પુરાવાનો નાશ થયો હશે તો  પુરાવા નાશ કરનાર વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવશે. ત્યારબાદ શાળાએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચીને ઉગ્ર થયેલી ભીડને સમજાવવાનો પ્રયત્ન શરુ કરાયો હતો.

App Store

મળતી માહિતી અનુસાર, સેવન્થ-ડે સ્કૂલમાં બાળકનાં મોત બાદ સ્કૂલમાં કેટલાક વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીને નોનવેજ ખાવા ફોર્સ કરતા હોવાનો આક્ષેપ થયા છે. આ દરમ્યાન શાળા પર ડીઈઓ રોહિત ચૌધરી પહોંચ્યા હતા. તેમને જણાવ્યું કે, પોલીસ રિપોર્ટ આવશે એટલે તરત પગલાં લેવામાં આવશે. જો શાળામાં ભૂલ દેખાશે તો શાળાની NOC રદ કરવા અમે સરકારમાં ભલામણ કરીશું. બેદરકારી મામલે શાળા તરફથી અમને જાણ કરવામાં આવી નથી. શાળાએ જાણ ન કરવા બદલ અમે શાળાને કરણદર્શક નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.

બાળકની ગુનાહિત પ્રવૃતિઓ થતી હશે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. આ ચકચારી ઘટના બાદ આમ આદમી પાર્ટીના ડૉ.કરન બારોટે જણાવ્યું કે, અમદાવાદની સ્કૂલમાં એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીની હત્યાથી ગુજરાત હચમચી ગયું છે. સ્કૂલ તંત્રની બેદરકારીને કારણે એક વિદ્યાર્થીનો જીવ ગયો છે. આમ આદમી પાર્ટીની માંગ છે કે આ ઘટનામાં જવાબદાર લોકોની સાથે સાથે સ્કૂલ પ્રશાસન પર પણ કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી આમ આદમી પાર્ટીના કરન બારોટે માંગણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલાની તપાસ હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે.