Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Crime Branch evicts mob from campus after death of Ahmedabad Seventh-day School student

VIDEO: અમદાવાદની સેવન્થ-ડે સ્કૂલના વિદ્યાર્થીના મોત બાદ ટોળાને ક્રાઈમ બાંચ દ્વારા કેમ્પસ બહાર કાઢવામાં આવ્યાં

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 VIDEO: અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ-ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકુ મારી હત્યા કરી દીધી હતી. ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જો કે, આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં સ્કૂલમાં આવ્યા હતા. જેને અમદાવાદ ક્રાઈમ બાંચે શાળાના કેમ્પસ બહાર કાઢવામાં આવ્યા હતા. 

App Store


શું છે ઘટના?
 મળતી માહિતી મુજબ, અમદાવાદમાં ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય 7-8 વિદ્યાર્થીઓ સાથે મળીને 10માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા તેને ચપ્પુ મારી દીધું હતું. હકીકતમાં, હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીને થોડા દિવસ અગાઉ ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ 7-8 અન્ય વિદ્યાર્થીને ભેગા કરી બદલો લેવા માટે ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પાનો વાર કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી લોહીલુહાણ થઈ ગયો અને બાદમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન હવે વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતી. જે બાદ આ સમગ્ર મામલો અમદાવાદ ક્રાઈમ બાંચને સોંપવામાં આવ્યો છે.