VIDEO: ''અમે ખેડૂતો માટે આરપારની લડત માટે નીકળ્યા છીએ, કડદા પ્રથા બંધ કરાવીશું''
VIDEO: ગત રોજ રવિવારે બોટાદ જિલ્લાના હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ અને પોલીસ બળપ્રયોગની ઘટના બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આજે અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમને જણાવ્યું કે, ગઈકાલે બોટાદમાં મહાપંચાયતમાં ભાગ લેવા જવાના સમયે કાફલાને અટકાવીને મારી અટકાયત કરી હતી. જે બાદ અમારા કાફલામાં કેટલાક ઘૂસણખોર ઘૂસી આવીને અરાજકતા ફેલાવી હતી. જેને લઈ પોલીસે કાર્યવાહી કરવી પડી. શાંતિ પ્રિય ગુજરાતમાં ખેડૂતોને પરેશાન કરવામાં આવ્યા હતા.
આમ આદમી પાર્ટીને ખેડૂતોની હજારો ફરિયાદો મળી હતી. APMC માં ભાજપના નેતાઓએ કડદાના મુદ્દે પરેશાન કર્યા હતા. જેથી ખેડૂતોએ માગ કરી હતી કે કડદા પ્રથા બંધ કરવામાં આવે. આ મુદ્દે ભાજપ ના નેતાઓએ વિરોધ કરવો જોઈએ તો હતો. આમ આદમી પાર્ટી પર ખેડૂતો એ ભરોસો મૂક્યો હતો. પરંતુ ભાજપ સરકારે ખેડૂતોને મારવામાં માટે આદેશો કર્યા હતા. રાજ્યમાં ખૂન,દુષ્કર્મની અનેક ઘટનાનો બની રહી છે. પોલીસ યોગ્ય તપાસ નથી કરતી અને આપના નેતાઓ પાછળ પોલીસ મૂકી દેવામાં આવે છે. શાંતિ પ્રિય માહોલમાં સભા ચાલુ હતી ત્યારે ભાજપના નેતાઓએ પથ્થરમારો કર્યો હતો. જેથી અમને આખી રાત ઊંઘ નથી આવી. ફરીથી આવી ઘટના ન બનવી જોઈએ.
રાજ્ય સરકાર 54 લાખ ખેડૂતો તમને માફ નહીં કરે. આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી મૌન મુખ્યમંત્રી છે. અમે પ્રધાનમંત્રીને વિનંતી કરીએ છીએ કે આવા મુખ્યમંત્રી નથી જોઈતા. ગઈકાલે 250થી વધારે લોકોની ધરપકડ કરી છે. કોઈને પીવા પાણી અને ખોરાક નથી આપ્યો. માનવ અધિકારોનું હનન થઈ રહ્યું છે. પોલીસ પણ ભાજપના ઇશારે કામ કરવાનું બંધ કરે. આમ આદમી પાર્ટી ના નેતાઓ પાછળ હજારો પોલીસ કર્મીઓ ગોઠવ્યા છે.
ગુજરાતમાં કુલ 400થી વધારે APMC આવેલી છે. જેમાં ભાજપના માણસો તરફથી કડદા ન થાય તે માટે આમ આદમી પાર્ટી તરફથી 100 જેટલી ટીમો બનાવવામાં આવશે.જ્યાં APMCમાં લૂંટ કે ગોટાળો ચાલે છે ત્યાં આ ટીમ ગોઠવી દેવાશે અને કડદા પ્રથા થતા હોય તેને દૂર કરાશે. ગઈકાલે જે બન્યું તેને આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં કાળી પટ્ટી બાંધી કાળા દિવસ તરીકે જોઈ રહી છે. જેથી આમ આદમી પાર્ટી તરફથી ખેડૂતો માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ હેલ્પ લાઇન નંબર છે 9104918196 ખેડૂતોને કહીએ છીએ કે જ્યાં તકલીફ હોય તો આ નંબર પર ફોન કરજો. આ લડાઈ ખેડૂતોની લડાઈ. ભાજપના નેતાઓને અપીલ કે ખેડૂતોનાં પ્રશ્નો મુદે સમર્થન આપે. અમે ખેડૂતો માટે આર અને પાર ની લડાઈ લડવા નીકળ્યા છીએ. ટેકાના ભાવમાં તમે કડદા નહીં કરવા દઈએ.
કોંગ્રેસ પણ બોટાદ હિંસા અને ખેડૂતો મુદ્દે આગળ આવી
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે બોટાદમાં અરાજકતા અને હિંસા અંગે કોંગ્રેસે પણ રાજ્ય સરકાર અને પોલીસને જવાબદાર ઠેરવી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપના કાળા કારનામાને છુપાવનાર પોલીસ ખેડૂતો પર અત્યાચાર કરે છે. ખેડૂતોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ કામ કરી રહી છે. બોટાદની હિંસા માટે પોલીસ જવાબદાર છે,ભાજપના ઈશારે કામ કરતી પોલીસ બુટલગેરો પર ક્યારે કાર્યવાહી કરશે? ગુંડાગીરી કરતા અસામાજિક તત્વો સામે પોલીસ ક્યારે કાર્યવાહી કરશે. ભાજપ અને તેની બી ટીમ આવા કામ કરે છે પરંતુ ખેડૂતોને ન્યાય મળે તે જરૂરી છે. તેમને વધુમાં જણાવ્યું કે, કિસાન કોંગ્રેસ પણ 15 ઓક્ટોબરથી ભાવ મામલે કાર્ય કરશે.

