Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બોટાદ : AAP state president Yesudan Gadhvi was stopped by the police while going to Botad Kisan Mahamanchayat

Botad news: બોટાદ કિસાન મહાપંચાયતમાં જતા AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીને પોલીસે રોક્યા

Timeછેલ્લું અપડેટ : 12 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

Botad news: બોટાદ કિસાન મહાપંચાયતમાં ભાગ લેવા જઈ રહેલા AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની પોલીસે રવિવારે અટકાયત કરવામાં આવી હતી. બગોદરા ખાતે ઇસુદાન ગઢવીની અટકાયત કરતાં ઉગ્ર ઘર્ષણ પણ સર્જાયું હતું. જે બાદ ઈસુદાન ગઢવીએ કહ્યું કે, '2027ની ચૂંટણી પછી અમારી સરકાર બનવાની છે અને પહેલી જ કેબિનેટમાં આખે આખા ગુજરાતની પોલીસ ચેન્જ થઈ જશે.'

App Store

બોટાદ માર્કેટયાર્ડ (APMC) ખાતે કપાસના વેપારીઓ દ્વારા વજનમાં કરાતા 'કડદા' વિરુદ્ધ ખેડૂતોનું ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે. ગત 10 ઓક્ટોબરે મોડી રાત્રે યાર્ડમાં ખેડૂતો ભજન-કીર્તન કરીને વિરોધ નોંધાવી રહ્યા હતા, ત્યારે પોલીસે મુખ્ય ખેડૂત આગેવાન રાજુ કરપડાની અટકાયત કરી હતી.

છેલ્લા બે દિવસથી ખેડૂતો કપાસમાં થતાં કડદાને લઈને બોટાદ માર્કેટયાર્ડ ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે, ત્યારે આજે રવિવારે (12 ઓક્ટોબર) બોટાદ કિસાન મહાપંચાયતમાં જઈ રહેલા ઈસુદાન ગઢવી સહિતના કાર્યકર્તાઓની બગોદરા ખાતે પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા.

ઈસુદાન ગઢવીની અટકાયત પર કેજરીવાલની પ્રતિક્રિયા