Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Rain with thunder and strong winds forecast in Gujarat in the coming days

VIDEO: ગુજરાતમાં આગામી સમયમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતમાં હજી સત્તાવાર રીતે ચોમાસાએ વિદાય નથી લીધી. હજી ગત અઠવાડિયે આખા ગુજરાતને વરસાદે ઘમરોળ્યા બાદ બે દિવસ બાદ ફરી વરસાદની એન્ટ્રી થવાની છે. આવતીકાલથી જ રાજ્યમાં ફરી વરસાદ ખાબકવાની  હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 12થી 18 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આટલું ઓછું હોય તેમ 14થી 16 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી દર્શાવી છે. સુરત,તાપી,નવસારી,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે. વરસાદ સાથે ગાજવીજ અને ભારે પવન પણ ફૂંકાશે. જ્યારે અમદાવાદ શહેરમાં હળવા વરસાદની આગાહી છે.

App Store

રાજ્યમાં એકવાર ફરી સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા નવરાત્રીમાં પણ વરસાદની વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રીમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. આ સિવાય ચોમાસાની વિદાય 15 સપ્ટેમ્બરથી રાજસ્થાનથી શરૂ થશે . ગુજરાતમાં સિઝનનો 28 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હજી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ ખાબકી શકે છે. ઉત્તર,મધ્ય,દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદમાં પણ વરસાદની સંભાવના  હવામાન વિભાગે વ્યક્ત કરી છે.