Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Gujarat will get partial relief from cold: Meteorological Department's 7-day forecast, temperature will increase by 3 degrees

VIDEO: ગુજરાતમાં ઠંડીથી મળશે આંશિક રાહત: હવામાન વિભાગની 7 દિવસની આગાહી, તાપમાનમાં 3 ડિગ્રીનો થશે વધારો

Timeછેલ્લું અપડેટ : 15 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે રાજ્યના હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે અને વરસાદની કોઈ પણ પ્રકારની શક્યતા નથી.

App Store

તાપમાનમાં વધારો થતા ઠંડીમાં મળશે 
રાહત રાજ્યમાં અત્યારે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. તાપમાન વધવાથી જનતાને ઠંડીમાંથી થોડી રાહત મળી શકે છે. જોકે, રાત્રિના સમયે અને વહેલી સવારે ઠંડા પવનોને કારણે ઠંડીનો અનુભવ યથાવત્ રહેશે.

ક્યાં કેટલી ઠંડી નોંધાઈ? 
વર્તમાન આંકડાઓ મુજબ, અમરેલી 6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે. જ્યારે પાટનગર ગાંધીનગરમાં 10.5 ડિગ્રી અને અમદાવાદમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફ ફૂંકાતા પવનોને કારણે પવનની ગતિ આજે કલાકના 5 થી 15 કિમી રહેવાની સંભાવના છે.

ધુમ્મસ અને પવનની અસર 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં આકાશ ચોખ્ખું રહેશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે નહીં. પરંતુ, રાત્રે અને વહેલી સવારે ધુમ્મસની અસર જોવા મળી શકે છે, જેનાથી વાહનચાલકોને વિઝિબિલિટીમાં મુશ્કેલી પડી શકે છે. હાલમાં પવનોની દિશા બદલાતા ઠંડીના જોરમાં આંશિક ઘટાડો નોંધાવાની શરૂઆત થઈ છે.