Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : VIDEO: Grand procession from Ambaji to Koteshwar: Royal procession sets out with swordplay by Naga Sadhus and the sound of drums and drums

VIDEO: અંબાજીથી કોટેશ્વર સુધી ભવ્ય શોભાયાત્રા: નાગા સાધુઓની તલવારબાજી અને ઢોલ-નગારાના નાદ સાથે નીકળી શાહી સવારી

Timeછેલ્લું અપડેટ : 15 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા જાણીતા શક્તિપીઠ અંબાજીમાં ઉત્તરાયણ નિમિત્તે પંચ દિવસીય ઉતરાયણ સાધુ મેળાને લઈ આજે શાહી સ્નાન કોટેશ્વર સરસ્વતી નદીના પવિત્ર જળમાં યોજાયું હતું.11થી 15 જાન્યુઆરી સુધી અલગ અલગ કાર્યક્રમો સાથે મિનીકુંભ કોટેશ્વર શાહી સ્નાન બાદ સંપન્ન થયુ હતુ.

App Store

શ્રી શંભુ પંચ દશનામ આવાહન અખાડા દ્વારા આયોજિત મહંત શ્રી થાનાપતિ વિજયપુરીજી મહારાજની અધ્યક્ષતામાં આ શાહી સ્નાન કાર્યક્રમ યોજાયો હતો અને મોટી સંખ્યામાં દેશ વિદેશના સાધુઓએ પવિત્ર કોટેશ્વર ખાતે સ્નાન સાથે મિની કુંભ 2026 સંપન્ન થયો હતો. જેમાં નાગા સાધુ સહિત વિવિધ સાધુઓએ હાજરી આપી હતી આ કાર્યક્રમમા વિદેશના સાધુઓએ હાજરી આપી હતી.
 
શ્રી શંભુ પંચ દશનામ આવાહન અખાડા દ્વારા છેલ્લા 4 વર્ષથી આ શાહી સ્નાન કાર્યક્રમ યોજાય છે.પાંચ દિવસીય આ કાર્યક્રમમાં અલગ અલગ કાર્યક્રમ થયા હતા.જેમાં કન્યા પૂજન, ગંગા આરતી, ગણેશ પૂજા સહિત ધર્મ ધજાની સ્થાપના જેવા અનેકો કાર્યક્રમ બાદ અંતિમ દિવસે માન સરોવરથી અંબાજી નગરમાં ભ્રમણ કરી કોટેશ્વર ધામ સુધી પહોંચી હતી. જેમાં સાધુ, મહારાજા સાથે નાગા સાધુ, વિદેશી સાધુ નાચતા ભક્તિ કરતા તલવાર બાજી કરતા પહોંચી સરસ્વતી નદીમાં શાહી સ્નાન કર્યું હતુ. અંબાજીની ધર્મપ્રેમી જનતા પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ડીજે, ઘોડા, ઢોલ નગારા સાથે શાહીયાત્રા નીકળી હતી અને ઠેર-ઠેર આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.