VIDEO: ચૂંટણી જંગમાં AAPની એન્ટ્રી! ભ્રષ્ટાચાર મુક્ત સિસ્ટમ અને ફ્રી પાર્કિંગ સાથે 'આપ'નો મેનિફેસ્ટો જાહેર
VIDEO: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીએ અમદાવાદ શહેર માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો (મેનિફેસ્ટો) જાહેર કરીને રાજકીય ગરમાવો વધારી દીધો છે. પ્રદેશ પ્રભારી ગોપાલ રાય અને મધ્યઝોન કાર્યકારી અધ્યક્ષ ડૉ. જ્વેલ વસરાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને અમદાવાદને વૈશ્વિક સ્તરની સુવિધાઓ ધરાવતું 'મોડેલ શહેર' બનાવવાની બ્લૂપ્રિન્ટ રજૂ કરી છે.
શિક્ષણ અને સ્વાસ્થ્ય પર ભાર
'આપ'ના મેનિફેસ્ટોમાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શ્રેષ્ઠ ભણતરનું વચન આપવામાં આવ્યું છે. ખાસ કરીને હિન્દી ભાષી વિસ્તારોમાં હિન્દી શાળાઓ અને અનુપમ શાળાઓનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ મોટી જાહેરાત કરતા જ્વેલ વસરાએ જણાવ્યું કે, પાંચ લાખ દર્દીઓને ગુણવત્તાયુક્ત સારવાર મળે તેવું આયોજન કરવામાં આવશે.
પાયાની સુવિધાઓ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન
મેનિફેસ્ટોમાં સાબરમતી નદીના બંને છેડે સંતુલિત વિકાસ કરવાની વાત કરવામાં આવી છે. શહેરના નાગરિકોને નળ, ગટર અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ પ્રાથમિકતાના ધોરણે પૂરી પાડવામાં આવશે. આ સિવાય, સમગ્ર સિસ્ટમને પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની ખાતરી આપવામાં આવી છે. આધુનિક ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને ડોર-ટુ-ડોર કચરા નિકાલ અને ડમ્પિંગ સાઈટનું યોગ્ય વ્યવસ્થાપન કરવાનું પણ વચન અપાયું છે.
લોકોને સીધો ફાયદો
અમદાવાદના ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને ધ્યાને રાખીને 'આપ' દ્વારા પે-પાર્કિંગ ફ્રી કરવાની અને નવા મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. રોજગાર વધારવા માટે ભરતી મેળાઓ અને મહિલા સશક્તિકરણ માટે વિશેષ ટ્રેનિંગ સેન્ટરો બનાવવાની વાત પણ મેનિફેસ્ટોમાં મહત્ત્વની છે.
જ્વેલ વસરાનું નિવેદન
કાર્યકારી પ્રમુખ ડૉ. જ્વેલ વસરાએ જણાવ્યું હતું કે, "અમારો લક્ષ્ય અમદાવાદને રહેવા માટે અદભુત અને સુવિધાસભર શહેર બનાવવાનો છે. અમે માત્ર વચનો નથી આપતા, પણ કામ કરીને બતાવવા માંગીએ છીએ." આ જાહેરાતના અનેક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા

