Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : VIDEO: Gross negligence of the administration! Two lives but one identity in Thasra, two sisters trapped in the web of Aadhaar number

VIDEO: તંત્રની ઘોર બેદરકારી! ઠાસરામાં બે જિંદગી પણ ઓળખ એક, આધાર નંબરની માયાજાળમાં ફસાઈ બે બહેનો

Timeછેલ્લું અપડેટ : 18 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO:  આજના આધુનિક યુગમાં જ્યાં દરેક વ્યક્તિની ઓળખ તેની બાયોમેટ્રિક વિગતો પર નિર્ભર છે, ત્યારે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના વલ્લભપુરા ગામેથી ટેક્નોલૉજીની એક એવી ભૂલ સામે આવી છે જે સાંભળીને કોઈપણ ચોંકી જશે. અહીં રહેતી બે સગી બહેનો, મીનાબેન અને મનીષાબેન પ્રવીણભાઈ ચૌહાણ, અલગ અલગ વ્યક્તિ હોવા છતાં સરકારી ચોપડે માત્ર એક જ વ્યક્તિ તરીકે ઓળખાય છે. કારણ એ છે કે બંને બહેનોનો આધાર નંબર એક જ છે!

App Store

શું છે સમગ્ર ઘટના?
મીનાબેન અને મનીષાબેન બંનેની શારીરિક ઓળખ અલગ છે, ચહેરા અલગ છે અને તેમના ફિંગરપ્રિન્ટ્સ પણ અલગ છે. છતાં,  આધારની સિસ્ટમમાં થયેલી કોઈ મોટી ખામીને કારણે બંનેને એક જ યુનિફાઈડ નંબર ફાળવી દેવામાં આવ્યો છે. આ કિસ્સો તંત્રની ઘોર બેદરકારીનો અદભુત નમૂનો છે.

સુધારા કરાવ્યા છતાં પરિણામ શૂન્ય
પીડિત બહેનોના જણાવ્યા મુજબ, આ ભૂલ સુધારવા માટે તેઓએ અનેકવાર સરકારી કચેરીઓના ધક્કા ખાધા છે. દર વખતે સુધારાની પ્રક્રિયા કરવામાં આવે છે, નવા કાર્ડ પણ ઘરે આવે છે, પરંતુ કમનસીબી એ છે કે દરેક વખતે કાર્ડ પર આધાર નંબર તો એનો એ જ જૂનો (એક જ) છપાઈને આવે છે. આ ભૂલને કારણે બંને બહેનો સરકારી સહાય, બેંકિંગ સુવિધાઓ અને અન્ય મહત્ત્વના કામોમાં મુશ્કેલી અનુભવી રહી છે.

પીડિતોની હૈયા વરાળ
સ્થાનિક મહિલા મીનાબેન ચૌહાણે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમારા બંનેના ફિંગરપ્રિન્ટ અલગ છે, નામ અલગ છે, તો નંબર એક કેવી રીતે હોઈ શકે? શું અમારે આખી જિંદગી એક જ ઓળખ પર જીવવું પડશે? તંત્ર વહેલી તકે આનું નિરાકરણ લાવે તેવી અમારી માંગ છે."

આ ઘટનાએ ઠાસરા તાલુકા વહીવટી તંત્ર અને UIDAI વિભાગની કાર્યપદ્ધતિ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. શું છેવાડાના ગામની આ દીકરીઓને ન્યાય મળશે? કે પછી આ વીડિયો વાયરલ થયા બાદ પણ તંત્ર નિંદ્રામાં જ રહેશે?