Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Truck crushes 8 animals to death on highway, driver escapes

મોત બનીને આવ્યો ટ્રક, હાઈવે પર 8 પશુઓને કચડી ચાલક ફરાર

Timeછેલ્લું અપડેટ : 21 Sept 2026
લાઇવ ટીવીGoogle News
મોત બનીને આવ્યો ટ્રક, હાઈવે પર 8 પશુઓને કચડી ચાલક ફરાર
સોર્સ : gstv

અમદાવાદ જિલ્લાના વટામણ-બગોદરા હાઈવે પર મેમર ગામ નજીક મોડી રાત્રે અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો. હાઈવે પરથી પસાર થઈ રહેલા પશુઓના ટોળા પર એક અજાણ્યા ટ્રકે વાહન ચલાવી દેતાં આશરે 8 નિર્દોષ પશુઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો.

App Store

અકસ્માત બાદ મૃત પશુઓનો નિકાલ

ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને જીવદયા પ્રેમીઓ સ્થળ પર પહોંચ્યા હતા. અકસ્માતમાં મોતને ભેટેલા પશુઓનો JCBની મદદથી ઊંડો ખાડો ગાળી યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. આ દર્દનાક ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ અને અરેરાટી જોવા મળી હતી.

ચોમાસામાં હાઈવે બન્યો પશુઓ માટે જોખમી

બાવળા-બગોદરા હાઈવે પર વાહનવ્યવહાર દરમિયાન અવારનવાર પશુઓ અકસ્માતનો ભોગ બનતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દરરોજ 2થી 3 જેટલા પશુઓ વાહનોની અડફેટે આવીને ગંભીર રીતે ઘાયલ થાય છે. ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં આ હાઈવે પર અકસ્માતોમાં 30થી વધુ પશુઓનાં મોત થયા છે, જ્યારે 25થી વધુ પશુઓ ઇજાગ્રસ્ત થયા છે.

જીવદયા પ્રેમીઓએ તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ કરી

અકસ્મતોની જાણ થતાં બાવળાના પશુપ્રેમીઓ સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત પશુઓને પ્રાથમિક સારવાર આપે છે. જરૂરિયાત જણાય તો વધુ સારવાર માટે તેમને ભાભર ગૌશાળા ખાતે ખસેડવામાં આવે છે. જીવદયા પ્રેમીઓએ હાઈવે પર રખડતા પશુઓની સુરક્ષા સાથે બેફામ ઝડપે દોડતા વાહનો પર અંકુશ લાવવા અને આવી ઘટનાઓ અટકાવવા તંત્ર પાસે કડક પગલાં લેવાની માંગ કરી છે.