Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Three bogus doctors arrested in Ahmedabad, medical equipment including allopathic medicines seized

અમદાવાદમાં ત્રણ બોગસ ડૉક્ટર ઝડપાયા, એલોપેથિક દવાઓ સહિત તબીબી સાધનો જપ્ત

Timeછેલ્લું અપડેટ : 19 Mar 2025
લાઇવ ટીવીGoogle News
અમદાવાદમાં ત્રણ બોગસ ડૉક્ટર ઝડપાયા, એલોપેથિક દવાઓ સહિત તબીબી સાધનો જપ્ત

Ahmedabad News : રાજ્યમાં નકલીના ભરમાર વચ્ચે જનતા સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં બોગસ ડૉક્ટર ઝડપાઈ રહ્યા છે, ત્યારે ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતાં બોગસ ડૉક્ટરોને ઝડપી પાડવા માટે અમદાવાદ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એક્શનમાં આવ્યું હતું. જેમાં ગઈકાલે મંગળવારે (18 માર્ચ, 2025) અમદાવાદના અસલાલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ત્રણ બોગસ તબીબોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ કોઈપણ માન્ય તબીબી લાયકાત વિના ધમધોકાર પ્રેક્ટિસ કરતા હોવાનું જણાયું હતું. 

App Store

અમદાવાદના અસલાલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગઈકાલે ત્રણ બોગસ ડૉક્ટર ઝડપાયા હતા. સમગ્ર મામલે અધિકારીઓએ જણાવ્યા હતું કે, ત્રણેય આરોપીઓ અમદાવાદ જિલ્લાના લાંભા અને કમોડ ગામમાં ગેરકાયદેસર રીતે દર્દીઓની સારવાર કરીને એલોપેથિક દવાઓ આપતા હતા. જ્યારે દરોડા દરમિયાન વિવિધ ફાર્માસ્યુટિકલ કંપનીઓની એલોપેથિક દવાઓ અને તબીબી સાધનોનો નોંધપાત્ર જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો


સમગ્ર મામલે પોલીસે માન્ય નોંધણી વિના ગેરકાયદે દવાની પ્રેક્ટિસ કરતાં મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ લાંભા ખાતે રહેતાં રામકુમાર પ્રભુનાથ બાબુસિંગ સિંહ અને આનંદસિંહ બસદેવસિંહ રાજપૂત અને મૂળ પશ્ચિમ બંગાળના કામત્નમયા ઠાકુર બિશ્વાસ (હાલ-દસક્રોઈ)ની વિરૂદ્ધમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ, 1963ની કલમ-30 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.