Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : The court sentenced the 2 accused to 15 years in prison

Ahmedabadમાં 1.5 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલા 2 આરોપીને કોર્ટે 15 વર્ષ જેલની સજા ફટકારી

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabadમાં 1.5 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલા 2 આરોપીને કોર્ટે 15 વર્ષ જેલની સજા ફટકારી
સોર્સ : GSTV

Ahmedabad News: ગુજરાત જાણે ડ્રગ્સ માફિયાઓનું હબ બની ગયું હોય તેમ સતત ઠેક ઠેકાણેથી ડ્રગ્સ ઝડપાવવાના સમાચાર સામે આવતા હોય છે. એવામાં અમદાવાદમાંથી  વર્ષ 2019માં પકડાયેલા કરોડોના MD ડ્રગ્સ કેસમાં આરોપીને સજા ફટકારવમાં આવી છે.

App Store

મળતી માહિતી પ્રમાણે, સ્પેશિયલ NDPS કોર્ટે બે આરોપીઓને 15 વર્ષ કેદની સજા તેમજ 2 લાખના દંડની સજા સંભળાવી છે. આરોપી મઝહરહુસેન તેજાબવાલા અને ઈમ્તિયાઝ શેખને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી મળેલ રોકડ રકમ મામલે ઇન્કમટેક્ષ વિભાગને જાણ કરવા કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. 26 સપ્ટેમ્બર 2019 ક્રાઇમ બ્રાન્ચે એસ જી હાઇવે પરથી દોઢ કરોડના ડ્રગ્સ સહિત રોકડ સહિત 2.01 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મુંબઈના ડોંગરીનો કુખ્યાત ડ્રગ્સ ડીલર અસ્ફાકબાવા પાસેથી ડ્રગ્સ લાવતા હતા.