Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Took a loan of Rs 4.97 crore to buy property

Ahmedabad: મિલ્કત ખરીદવા 4.97 કરોડની લોન લીધી, છેતરપિંડીનો ભોગ બનતા બેંક મેનેજરે નોંધાવી ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad: મિલ્કત ખરીદવા 4.97 કરોડની લોન લીધી, છેતરપિંડીનો ભોગ બનતા બેંક મેનેજરે નોંધાવી ફરિયાદ
સોર્સ : GSTV

Ahmedabad News: ગુજરાતમાં ઠેર ઠેરથી છેતરપિંડીના ઘટનાઓ સતત સામે આવી રહી છે. એવામાં અમદાવાદમાંથી પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી રહી છે. અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં બેંક સાથે ઠગાઈ કરનાર બે શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ શખ્સોએ પાલડીમાં મિલ્કત ખરીદવા માટે બાનાખત કરી લોન લીધી હતી.

App Store

મળતી માહિતી પ્રમાણે, આ ઈસમોએ 4.97 કરોડની હોમ લોન અને 12.70 લાખની સુરક્ષા લોન લીધી હતી. થોડા સમય હપ્તા ભર્યા પછી હપ્તા ભરવાના બંધ કરી દીધા હતા. મિલ્કતનો દસ્તાવેજ ન કરતા લોન મોર્ગેજ પણ ન થઈ શકી. જેથી આખરે એસબીઆઈ બેંકનાં બ્રાન્ચ મેનેજર રાકેશ શ્રીવાસ્તવે આ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે આયુષ શેઠ અને વરૂણ શેઠ સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.