Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Water and mosquito-borne diseases increase with the monsoon season, highest number of cases reported

Ahmedabad news: ચોમાસાની ઋતુ સાથે પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, સૌથી વધુ આ રોગના નોંધાયા કેસ

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: ચોમાસાની ઋતુ સાથે પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, સૌથી વધુ આ રોગના નોંધાયા કેસ
સોર્સ : Google

હાલ રાજ્યમાં ચોમાસાની જમાવટ સાથે રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે, અમદાવાદ શહેરમાં પણ પાણી અને મચ્છરજન્ય રોગચાળો ફેલાયો છે. ચાલુ માસ એટલે કે  જુલાઇ મહિનામાં હોસ્પિટલમાં અનેક રોગોના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, જેને પગલે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. 

App Store

ચોમાસાની ઋતુ સાથે અમદાવાદ શહેર રોગચાળાના ભરડામાં સપડાયું છે. ચાલુ માસના 26 દિવસોમાં શહેરમાં મલેરિયાના ૮૯, ચિકન ગુનિયા ૭૫, ઝાડા ઉલટી ૭૦૩, કમળો ૪૧૩, ટાઇફોઇડ ૫૧૯ અને કોલેરાના ૨૫ કેસો નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ફોગીંગ સહિતની દવા છંટકાવની કામગીરી હાથ ધરી છે. સરકારી અને ખાનગી દવાખાનામાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આ સાથે વાયરલ ફીવરના પણ સંખ્યાબંધ કેસો સામે આવી રહ્યા છે.