અમદાવાદમાં સાવકી માતાનો બે બાળકીઓ પર અત્યાચાર, કામ ન કરવા બાબતે માર્યો ઢોર માર

અમદાવાદમાંથી એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વેજલપુર વિસ્તારમાં બાળકીને માર મારવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં એક સાવકી માતાએ બે દીકરીઓને ઢોર માર માર્યો હોવાનું સામે આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે.
ઘરમાં ૭ અને ૧૪ વર્ષની દીકરીને માર મારવામાં આવ્યો હતો. બાળકીઓ કામ નહીં કરતી અને રમકડું લેવાની જીદ કરાતા સાવકી માતા દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. બાળકીની સગી માતા સાથે પિતાએ તલાક આપી દીધા છે. તેમજ બાળકીનો પિતા હાલ એનડીપીએસ કેસમાં જેલમાં સજા ભોગવી રહ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદ: જ્વેલર્સમાં બંદુકની અણીએ લાખોના ઘરેણાંની લૂંટ મચાવનાર 4 આરોપીઓની ધરપકડ
બાળકોને સાવકી માતા દ્વારા ઢોર માર મારવાની બાબતે પાડોશીઓ એકઠા થયા અને તેમના દ્વારા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આખરે વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

