Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Shocking robbery of Rs 52.50 lakh near the old Kabir temple in Vastral

Ahmedabad news: વસ્ત્રાલમાં જૂના કબીર મંદિર નજીક 52.50 લાખની ચકચારી લૂંટ

Timeછેલ્લું અપડેટ : 10 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: વસ્ત્રાલમાં જૂના કબીર મંદિર નજીક 52.50 લાખની ચકચારી લૂંટ
સોર્સ : Google

Ahmedabad news: અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરીમાં સતત વધારો થઈ રહ્યો છે. લૂંટ, ચોરી, મારામારી, અપહરણની ઘટનાઓમાં પણ વધી રહી છે. શહેરના વસ્ત્રાલ ગામ નજીક જૂના કબીર મંદિર જમીન દલાલની મોટર સાઈખલ રોકી કારમાં આવેલા શખ્સોએ છરી બતાવી અપહરણ કરી 52.50 લાખની લૂંટ ચલાવી માર મારી ઈજાઓ પહોંચાડી હતી. આ અંગેનો ગુનો રામોલ પોલીસે નોંધી તપાસ હાથ ધરી હતી.

App Store

મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં છેલ્લા ધણા સમયથી અપરાધો વધી રહ્યા છે. ત્યારે વસ્ત્રાલ ગામમાં આવેલા જૂના કબીર મંદિર નજીક ચકચારી 52.50 લાખની લૂંટની ઘટના બનતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. જમીન દલાલ જ્યારે ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે મોટરસાઈકલને રોકી ઈનોવા કારમાં આવેલા પાંચ આરોપીઓએ છરી બતાવી જાનથી મારી ધમકી આપી રૂપિયા 26 લાખ રોકડા, 25 તોલા સોનાના દાગીના અને દોઢ કિલો ચાંદી સહિત કુલ 52.50 લાખની લૂંટ કરી આરોપીઓએ જમીન દલાલને ગડદાપાટીનો માર મારી ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ આરોપીઓએ આ જમીન દલાલને રસ્તો રઝળતી હાલતમાં છોડી મૂક્યો હતો. જે બાદ જમીન દલાલે આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રામોલ પોલીસે લાખોની લૂંટ અને અપહરણની ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.