Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Severe shortage of professors in government engineering colleges of Gujarat: 9 out of 18 colleges are without a principal!

VIDEO: ગુજરાતની સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રોફેસરોની ભારે અછત: ૧૮ માંથી ૯ કોલેજ તો આચાર્ય વિનાની!

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજ્યમાં પ્રાથમિક શિક્ષકો બાદ હવે સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં પણ પ્રોફેસરોની મોટી ઘટ સામે આવી છે. સરકાર દ્વારા AI, રોબોટિક્સ અને ડેટા સાયન્સ જેવી અત્યાધુનિક નવી બ્રાન્ચો અને કોર્સ તો ધામધૂમથી શરૂ કરી દેવાયા, પરંતુ આ વિષયો ભણાવવા માટે ફેકલ્ટી જ ઉપલબ્ધ નથી! વિદ્યાર્થીઓ છેલ્લા ચાર વર્ષથી વિષય શિક્ષક વિના ભણવા મજબૂર બન્યા છે. ચાલુ વર્ષે જ ૧૪૬૪ બેઠકો વધારવામાં આવી પણ સ્ટાફની કોઈ ફાળવણી થઈ નથી.પરિસ્થિતિ એટલી ગંભીર છે કે રાજ્યની ૧૮ સરકારી એન્જિનિયરિંગ કોલેજો પૈકી ૯ કોલેજમાં પ્રિન્સિપાલ જ નથી. આ ઉપરાંત પ્રોફેસરની ૧૩૫ માંથી ૭૩, એસોસિયેટ પ્રોફેસરની ૩૮૩ માંથી ૮૧ અને આસિસ્ટન્ટ પ્રોફેસરની ૧૪૬૭ માંથી ૪૬૧ જગ્યાઓ ખાલી પડી છે. એટલું જ નહીં, લેબ આસિસ્ટન્ટ અને ક્લાર્ક જેવા ક્લાસ-૩ના સ્ટાફની પણ ૪૭૮ માંથી ૩૧૦ જગ્યાઓ ખાલી છે. આ અંધેર વહીવટ સામે અધ્યાપક મંડળના સભ્ય પંકજ પ્રજાપતિએ રોષ વ્યક્ત કરી તાત્કાલિક સ્ટાફ રીસ્ટ્રક્ચરિંગ અને ભરતી કરવાની માંગ કરી છે.

App Store