Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Petitioner joins in by puffing on cigarette during live court hearing

Gujarat High Court: કોર્ટમાં લાઈવ સુનાવણી વચ્ચે અરજદાર સિગારેટના કસ મારતો જોડાયો, વાંચો પછી શું થયું

Timeછેલ્લું અપડેટ : 05 Apr 2025
લાઇવ ટીવીGoogle News
Gujarat High Court: કોર્ટમાં લાઈવ સુનાવણી વચ્ચે અરજદાર સિગારેટના કસ મારતો જોડાયો, વાંચો પછી શું થયું

Gujarat High Court: બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના પ્રકરણમાં નોંધાયલેી ફરિયાદના કેસમાં એક અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટ પ્રોસીડીંગ્સના લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન સીગારેટ પીવાની ચૂક દાખવતાં સીંગલ જજે સમગ્ર મામલો કન્ટેમ્પ્ટ બેંચમાં રિફર કર્યો હતો. જેને પગલે જસ્ટિસ એ.એસ.સુપહિયા અને જસ્ટિસ નિશા એમ.ઠાકોરની ખંડપીઠે આ અરજદારનો ઉધડો લઈ નાંખ્યો હતો અને તેને 50 હજાર રૂપિયાનો સબક સમાન દંડ ફટકાર્યો હતો. 

App Store

અરજદારનો હાઇકોર્ટે ઉધડો લઇ નાંખ્યો

થોડા દિવસ પહેલાં પણ હાઇકોર્ટની સુનાવણીમાં લાઈવ સ્ટ્રીમીંગ દરમિયાન શૌચાલયમાંથી કેસની સુનાવણીમાં ભાગ લેનાર એક અરજદારને હાઇકોર્ટે બે લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો હતો. ત્યારબાદ આ બીજી ઘટના છે, જેમાં લાઇવ સ્ટ્રીમિંગની સુનાવણી દરમિયાન અરજદાર દ્વારા અદાલતની ગરિમા અને ન્યાયતંત્રનું સન્માન જળવાયું ના હોય. 

બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ખોટી રીતે લાભ લેવાના પ્રકરણમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં એક ફરિયાદ નોંધાઇ હતી. આ પ્રકરણમાં ધરપકડથી બચવા અરજદાર દ્વારા આગોતરા જામીન અરજી કરાઇ હતી અને તે હાઇકોર્ટની પ્રોસીડીંગ્સમાં લાઇવ સ્ટ્રીમિંગમાં જોડાયો ત્યારે તેણે સીગારેટ પીધી હતી. સીંગલ જજે આ બાબતની ખૂબ જ ગંભીર નોંધ લઈ તાત્કાલિક મામલો કન્ટેમ્પ્ટ બેંચમાં મોકલી આપ્યો હતો.

જેમાં જસ્ટિસ એ.એસ.સુપહિયા અને જસ્ટિસ નિશા એમ.ઠાકોરની ખંડપીઠે અરજદારને પહેલાં તો બે લાખનો દંડ ફટકારવાની વાત કરી હતી. પરંતુ બાદમાં અરજદારના વકીલે બચાવ કર્યો હતો કે, અરજદાર પર્સનાલિટી ડિસઓર્ડર જેવી બિમારીથી પીડાઇ રહ્યો છે. આ અંગેના રિપોર્ટ પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જો કે, જસ્ટિસ સુપહીયા અને જસ્ટિસ ઠાકોરની બેંચે અરજદારની આવી અદાલતી અવમાનનાભરી હરકતને લઇ ઉધડો લઈ નાંખ્યો હતો. 

હાઇકોર્ટે જણાવ્યું કે, 'અરજદારે અદાલતની ગરિમા અને ન્યાયતંત્રનું સન્માન જાળવ્યું નથી, જે જાળવવાની સૌની ફરજ છે અને અરજદારનું કૃત્ય ઘણું ગંભીર અને અવમાનના સમાન છે. આમ કહી હાઇકોર્ટે અરજદારને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.'