VIDEO: અમદાવાદમાં ઢોલ નગારા સાથે નીકળેલા નેતાઓનો લોકોએ લીધો ઉધડો, સ્થાનિકોએ ડ્રેનેજ અને રોડની માંગ કરી
સોર્સ : GSTV
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ ભાજપે ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી છે. તો બીજી તરફ નેતાઓ પણ પ્રચાર કરવા નીકળ્યા છે, આ વચ્ચે ઘણી જગ્યાએ સ્થાનિકોના રોષનો ભોગ બન્યા હોવાનું પણ સામે આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદમાં ભાજપના નેતાઓને સ્થાનિકોએ ઉધડો લીધો હતો.
ઢોલ-નગારા સાથે બોડકદેવમાં પ્રચાર કરવા નીકળેલા નેતાઓને રોષનો ભોગ બનવું
ઢોલ-નગારા સાથે બોડકદેવમાં પ્રચાર કરવા નીકળેલા નેતાઓને રોષનો ભોગ બનવું પડ્યું હતું. પૂર્વ કોર્પોરેટર વાસંતી બહેન પટેલ દેસાઈ ઉપરાંત કાર્યકર્તાઓ પ્રચાર કરી રહ્યા હતા. પ્રચાર દરમિયાન લોકોએ કહ્યું કે રોડ ડ્રેનેજ અને અન્ય સુવિધાના કામો પર ધ્યાન આપો પછી પ્રચાર કરો.

