Ahmedabad news: બાવળામાં નશાકારક કફ સિરપના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ

Ahmedabad news: અમદાવાદ ગ્રામ્યમાં આવેલા બાવળા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે બાવળા ડરણ રોડ પર આવેલા મનોજભાઈ ભૂપતભાઈ વડોદરિયાના કબજા ભોગવટાવાળા અને આરોપીની દેખરેખ હેઠળના એક બંધ ગોડાઉન પર રેડ કરવામાં આવી હતી
આ રેડ દરમિયાન ગોડાઉનમાંથી નશાકારક કફ સીરપની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો
મળતી માહિતી અનુસાર, અમદાવાદ ગ્રામ્ય બાવળા પોલીસે રેડ કરી નશાકારક કફ સિરપ સાથે કુલ 1.42 લાખ થી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે . બાવળા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે. બાવળા પોલીસે ગેર કાયદેસર કફ સિરપ સાથે ધર્મેશ ભાઈ લામકા નામના એક આરોપીની ધરપકડ કરી છે. સાથે મકસુદ મલેક અને ગોપાલ ઠાકોર નામના બે આરોપીઓ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.બંને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

