Video: : દેવ દિવાળી નિમિત્તે નગરદેવી ભદ્રકાળી મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ, મેયર અને મહંત દિલીપદાસજી મહારાજે ઉતારી આરતી

સોર્સ: gstv

દેવ દિવાળીનો પાવન પર્વ પર અમદાવાદના નગરદેવી મા ભદ્રકાળી મંદિર ખાતે ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું .વર્ષોની પરંપરા મુજબ, દેવ દિવાળીના દિવસે મંદિરોમાં અન્નકૂટ ધરાવવામાં આવે છે. જે અંતર્ગત નગરદેવી ભદ્રકાળી માતાજીને વિવિધ પ્રકારની મીઠાઈઓ, ફરસાણ અને પકવાનો સહિતની વાનગીઓ અર્પણ કરવામાં આવી .આ પાવન અવસરે અમદાવાદના મેયર, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની મહાઆરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.નગરદેવીના આ ભવ્ય અન્નકૂટ દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિર પરિસરમાં ઉમટી પડ્યા મંદિરને ખાસ સુશોભિત કરવામાં આવ્યું હતું તો માતાજીનો પણ વિશેષ શણગાર કરાયો હતો

આ સમાચાર શેર કરો

જાહેરાત