Video: દેવ દિવાળી ઉજવણી પહેલાં વારાણસીના નમો ઘાટ પર તૈયારીઓ પૂરજોશમાં શરૂ

સોર્સ: gstv

કાર્તિક પૂર્ણિમાના પાવન પર્વે યોજાનારા દેવ દિવાળી મહોત્સવને લઈને વારાણસીના નમો ઘાટ પર સજાવટ, સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારીઓ વેગવાન બની હતી . ગંગા કિનારે લાખો દીવડાઓની રોશની, સાંસ્કૃતિક કાર્યક્રમો અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે ઘાટ પરિસરમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી .આસ્થા અને પ્રકાશના આ મહાપર્વમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પર્યટકો કાશી પહોંચતા હોવાથી તંત્ર દ્વારા ભીડ નિયંત્રણ અને સુચારુ આયોજન પર ખાસ ધ્યાન આપયું હતું દેવ દિવાળીની સાંજે ગંગા આરતી, દીપોત્સવ અને આકર્ષક નજારાથી સમગ્ર ઘાટ પરિસર આધ્યાત્મિક રંગે રંગાઈ જશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત