Video: તિરુપરંકુન્દ્રમમાં કાર્તિગઈ દીપમ ઉત્સવની ભવ્ય ઉજવણી: અન્નામલાઈ ટેકરી અને ઉચ્ચી પિલ્લૈયાર મંદિરમાં પ્રગટાવાયો 'મહા દીપમ'

તમિલનાડુમાં કાર્તિગઈ દીપમ ઉત્સવ દરમિયાન તિરુપરંકુન્દ્રમ મુરુગન મંદિરની બહાર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ, ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકરો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
દીપથૂન સ્તંભ પર દીપ પ્રગટાવવા માટે દેખાવો
અહેવાલો અનુસાર, ભાજપના કાર્યકરો સાંજના સમયથી જ તિરુપરંકુન્દ્રમ મુરુગન મંદિરની બહાર એકઠા થયા હતા. કાર્યકરોની મુખ્ય માંગ ટેકરી પર આવેલા 'દીપથૂન' પથ્થરના સ્તંભ પર દીપ પ્રગટાવવાની હતી. આ મુદ્દે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા જાળવવા અને કાર્યકરોને રોકવા માટે પ્રયાસ કરવામાં આવતા બંને પક્ષો વચ્ચે ઉગ્ર શાબ્દિક ઘર્ષણ જોવા મળ્યું હતું.
ઉચ્ચી પિલ્લૈયાર મંદિરમાં પ્રગટાવાયો મહા દીપમ
બીજી તરફ, વાર્ષિક કાર્તિગઈ દીપમ ઉત્સવના ભાગરૂપે નિર્ધારિત પરંપરા અનુસાર ઉચ્ચી પિલ્લૈયાર મંદિર ખાતે 'મહા દીપમ' પ્રગટાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તિરુપરંકુન્દ્રમ ટેકરી પર દીપ પ્રગટાવવાના વિવાદને લઈને વહીવટીતંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં પહેલેથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરવામાં આવ્યા છે, જેના કારણે સ્થળ પર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.












