ગુજરાતમાં અનેક દિવસોના વિરામ બાદ વરસાદનો નવો રાઉન્ડ થશે શરૂ, મધ્યથી ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં અનેક દિવસોના વિરામ બાદ વરસાદનો નવો રાઉન્ડ 12થી 14મી સુધી થયો હતો અને જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સાર્વત્રિક 2થી 6 ઈંચ સુધીનો સારો વરસાદ નોંધાયો હતો.
અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદની શક્યતા
હજુ પણ રાજ્યમાં 16 ટકા વરસાદ ઓછો છે ત્યારે આગામી બેથી ત્રણ દિવસ વરસાદની આગાહી છે અને જેમાં આ ઘટ પુરી થશે કે નહીં. ગુજરાતમાં 14 સપ્ટેમ્બર સુધી વરસાદ બાદ ગઈકાલથી ફરીથી વરસાદે વિરામ લીધો છે.જો કે હવામાન વિભાગની આગાહી મુજબ 17મીથી સાત દિવસ માટે રાજ્યમાં વરસાદની આગાહીનું અનુમાન કરાયું છે. જેમાં ગુજરાતમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના ભાગોમાં ઘણા જિલ્લાઓમાં પવન સાથે હળવાથી મધ્ય ગુજરાતની આગાહી છે. ખાસ કરીને આગામી ત્રણ દિવસ વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આજે રાજ્યમાં નોંધનીય વરસાદ પડ્યો નથી. સૌથી વધુ માત્ર 13 મી.મી. વરસાદ છોટા ઉદેપુરના કડવલ તાલુકામાં નોંધાયો છે. હજુ પણ રાજ્યમાં 16 ટકાની ઘટ છે. જેમાં કચ્છમાં 40 ટકાથી વધુ, ઉ. ગુજરાતમાં 35 ટકાથી વધુ તથા સૌરાષ્ટ્રમાં પણ 35 ટકા જેટલી ઘટ છે.

