અમદાવાદમાં સરખેજમાં 24 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ, જાણો બીજા વિસ્તારમાં કેટલી મેઘમહેર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છઠ્ઠી જુલાઈના રોજ સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, શહેરમાં છેલ્લા 24 કલાકમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. સાઉથ વેસ્ટ ઝોનમાં મેઘરાજાએ સૌથી વધુ મહેર કરી છે. જેમાં સૌથી વધુ વરસાદ સરખેજ અર્બન હેલ્થ વિસ્તારમાં નોંધાયો છે, જ્યાં 103.50 મિલીમીટર એટલે કે અંદાજે 4.07 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારબાદ બીજા ક્રમે સરખેજમાં 65.00 mm એટલે કે અંદાજે 2.56 ઇંચ વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ધરાવતા ટોપ 10 વિસ્તાર
- સરખેજ અર્બન હેલ્થ (Sarkhej Urban health): 103.50 mm એટલે કે અંદાજે 4.07 ઇંચ
- સરખેજ (Sarkhej): 65.00 mm એટલે કે અંદાજે 2.56 ઇંચ
- બોપલ (Bopal): 14.00 mm એટલે કે અંદાજે 0.55 ઇંચ
- લાંભા (Lambha): 10.50 mm એટલે કે અંદાજે 0.41 ઇંચ
- ઇન્દ્રપુરી (Indrapuri): 6.00 mm એટલે કે અંદાજે 0.24 ઇંચ
- બાકરોલ (Bakrol): 4.50 mm એટલે કે અંદાજે 0.18 ઇંચ
- જોધપુર ઝોનલ (Jodhpur Zonal): 3.00 mm એટલે કે અંદાજે 0.12 ઇંચ
- વટવા (Vatva): 3.00 mm એટલે કે અંદાજે 0.12 ઇંચ
- રામોલ (Ramol): 2.00 mm એટલે કે અંદાજે 0.08 ઇંચ
- જોધપુર (Jodhpur): 2.00 mm એટલે કે અંદાજે 0.08 ઇંચ

આ સિવાય મણિનગર, કઠવાડા અને વાસણા જેવા વિસ્તારોમાં પણ 1 mmથી 1.50 mm જેટલો એકદમ સામાન્ય વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનના સાયન્સ સિટી, બોડકદેવ, ગોતા અને મધ્ય ઝોનના દૂધેશ્વર, કાલુપુર વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો નથી. આખા શહેરનો અત્યાર સુધીની સિઝનનો કુલ સરેરાશ વરસાદ 67.91 mm એટલે કે 2.68 ઇંચ પર પહોંચ્યો છે.

