Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Mahashivratri 2026: Special Bhasma Aarti organized at Sardarnagar Shri Mahakal Temple

Ahmedabad news: મહાશિવરાત્રી 2026: સરદારનગર શ્રી મહાકાલ મંદિરમાં વિશેષ ભસ્મ આરતીનું આયોજન

Timeછેલ્લું અપડેટ : 15 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: મહાશિવરાત્રી 2026: સરદારનગર શ્રી મહાકાલ મંદિરમાં વિશેષ ભસ્મ આરતીનું આયોજન
સોર્સ : GSTV

Ahmedabad news: ગુજરાતના હૃદય સમાન અમદાવાદમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળ્યો. શહેરના સરદારનગરમાં આવેલા શ્રી મહાકાલ મંદિર ખાતે ઉજ્જૈનની પરંપરા મુજબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી 15 ફેબ્રુઆરી 2026, રવિવારથી દસ દિવસીય મહાશિવરાત્રી પર્વ અને શિવ નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. 

App Store

નવ દિવસ સુધી દૂલ્હા સ્વરૂપે દર્શન
મંદિરના પૂજારી ડૉ. અભિષેક સોનીના જણાવ્યા અનુસાર, ઉજ્જૈનના શ્રી મહાકાલ મંદિરની પરંપરાને અનુસરીને અહીં ભૂતભાવન બાબા મહાકાલ નવ દિવસ સુધી રાજસી વેશમાં અને દૂલ્હા (વરરાજા) સ્વરૂપે ભક્તોને દિવ્ય દર્શન આપશે. આ દિવસો દરમિયાન દૈનિક અભિષેક, વિશેષ આરતી અને મનમોહક શૃંગારનું આયોજન કરવામાં આવ્યું છે.

મહાશિવરાત્રીનું વિશેષ આકર્ષણ
મહાશિવરાત્રીના મુખ્ય દિવસે બાબાનો વિશેષ 'ભાંગ શૃંગાર' કરવામાં આવશે. અર્ધરાત્રિએ ચાર પ્રહરની વિશેષ પૂજા બાદ, 16 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે સપ્તધાન મુખારવિંદ શૃંગાર દર્શન યોજાશે. મહોત્સવનું સૌથી મોટું આકર્ષણ સોમવારે બપોરે 12 વાગ્યે યોજાનારી વિશેષ 'ભસ્મ આરતી' છે, જે વર્ષમાં માત્ર એક જ વાર યોજાય છે. આ આરતી સાથે જ 10 દિવસીય મહોત્સવનું સમાપન થશે.