અમદાવાદમાં બાંધકામનું સીલ તોડી વપરાશ કર્યાનો સ્થાનિકોનો ગંભીર આક્ષેપ; BU અંગે AUDAનો નિર્ણય ક્યારે?

સોર્સ : gstv
અમદાવાદના ભુવાલડીના વિશ્વા ઇન્ડસ્ટ્રીયલ હબમાં બિનઅધિકૃત બાંધકામ અંગે AUDAની કાર્યવાહી હવે અમલવારી અને પારદર્શિતાના સવાલો વચ્ચે આવી છે. AUDAના સ્થળ તપાસ અહેવાલોમાં માર્જિન વિસ્તારમાં વધારાના બાંધકામની નોંધ થયા બાદ તા. 7 જાન્યુઆરી 2026એ કેટલાક શેડ સીલ કરવામાં આવ્યા હતા
ચાર શેડની દિવાલો દૂર કરાઈ
.તા. 9 માર્ચે ડિમોલિશન દરમિયાન ચાર શેડની દિવાલો દૂર કરાઈ હતી. જોકે, ઔડા દ્વારા કરેલ પંચનામામાં અધિક મુખ્ય નગર નિયોજકની ટેલિફોનિક સૂચના બાદ બાકી બાંધકામ સાત દિવસમાં દૂર કરવા સમય અપાયો હોવાનું નોંધાયું છે. આ સૂચનાનો લેખિત આધાર અને ત્યારબાદની કાર્યવાહી જાહેર થવી જરૂરી છે.
BUની શરતોનો ભંગ
આ દરમિયાન શેડ ધારકો દ્વારા AUDA ના ડીમોલીશનમાં ગયેલ ટીમ સામે રૂ.20થી 25 લાખ આપ્યાના આક્ષેપો થયાની વાત પણ સામે આવી છે. આ આક્ષેપો સાબિત થયેલા નથી, તેથી તેની નિષ્પક્ષ તપાસ જરૂરી છે.
હવે AUDAએ સીલ તૂટ્યા હોય તો જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી, બિનઅધિકૃત બાંધકામનો વપરાશ બંધ કરાવવો અને બાકી બાંધકામ દૂર કરવું જોઈએ. BUની શરતોનો ભંગ સાબિત થાય તો નિયમ મુજબ BU અંગે નિર્ણય લેવો જોઈએ. સમગ્ર કાર્યવાહીનો લેખિત રેકોર્ડ જાહેર થાય તો જવાબદારી અને પારદર્શિતા બંને સ્પષ્ટ થઈ શકે.

