મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં વારંવાર ચેતવણી આપવા છતાં ગંદકી ફેલાવનાર બે દુકાનોને પાલિકાએ સીલ કરી

વડોદરા શહેરમાં સ્વચ્છતા જાળવવા મહાનગરપાલિકા હવે એક્શન મોડમાં આવી છે.

તસવીર: gstv

વડોદરા શહેરમાં સ્વચ્છતા જાળવવા મહાનગરપાલિકા હવે એક્શન મોડમાં આવી છે. ઉત્તર ઝોનના વોર્ડ નંબર 13માં ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે પાલિકાની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન વારંવારની મૌખિક અને લેખિત ચેતવણી છતાં ગંદકી ફેલાવનાર એક સ્ટેશનરી અને એક ફૂલની દુકાનને તંત્રએ સીલ કરી દીધી છે. મહા પાલિકા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે હવે કોઈ બાંધછોડ નહીં થાય. જો સીલ કર્યા પછી પણ ગંદકી ચાલુ રહેશે, તો સીલિંગનો સમયગાળો લંબાવવામાં આવશે. તંત્રની આ કડક કાર્યવાહીથી બેદરકાર વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમાચાર શેર કરો