Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Know about the organizations doing the valiant work of providing free breakfast to patients every Saturday at U.N. Mehta and Civil Hospitals

 Ahmedabad news: U.N.મહેતા અને સિવિલ હોસ્પિટલમાં દર શનિવારે દર્દીઓને ફ્રીમાં નાસ્તો આપવાનું ભગીરથ કાર્ય કરતી સંસ્થાઓ વિશે જાણો

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2025
લાઇવ ટીવીGoogle News
 Ahmedabad news: U.N.મહેતા અને સિવિલ હોસ્પિટલમાં દર શનિવારે દર્દીઓને ફ્રીમાં નાસ્તો આપવાનું ભગીરથ કાર્ય કરતી સંસ્થાઓ વિશે જાણો
સોર્સ : GSTV

Ahmedabad news: અમદાવાદ શહેર સહિત આસપાસના ગામડાઓ અને શહેરોમાંથી ઈમરજન્સીમાં આવતા દર્દીઓ મેઘાણીનગરની મોટી સિવિલ હોસ્પિટલ અને યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલના 300થી વધુ દર્દીઓને દર શનિવારે સવારે રોટરી ક્લબ ઑફ અમદાવાદ મૅજેસ્ટી દ્વારા જે.કે.ફાઉન્ડેશનની મદદથી પેટભરીને નાસ્તો આપવાનું કાર્ય કરવામાં આવે છે.

App Store

સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિવારજનો દર્દીની સેવામાં રહેતા હોય છે. જેથી તેઓ દવા અન્ય સેવાઓ કરતા હોય છે. જેથી આ સંસ્થાઓ દર્દીઓના સગાઓને નાસ્તો આપે છે. આટલું જ નહિ આ સેવાકીય પ્રવૃત્તિ આ બંને સંસ્થાઓ દ્વારા ઘણા સમયથી કરવામાં આવે છે. હવે આગામી સમયમાં પણ દર શનિવારે જરૂરિયાત મંદ લોકોને કાયમી ધોરણે નાસ્તો આપવાનું કાર્ય કરવામાં આવશે.

રોટરી ક્લબ ઑફ અમદાવાદ મૅજેસ્ટી અને જે.કે.ફાઉન્ડેશનનું પ્રશંસનીય કાર્ય 

 આ સંસ્થા દ્વારા કોઈપણ ભેદભાવ વગર દર્દીઓના સગાઓને નાસ્તો આપવામાં આવે છે. જેથી સવારમાં નાસ્તો મળવાથી દર્દીઓ અને તેઓના સગાઓને પણ રાહત મળતી હોય છે. આ બંને સંસ્થાના કાર્યકરો પણ હોંશે હોંશે દર્દીઓને નાસ્તો આપવાનું કામ કરતા હોય છે. ઉપરાંત કાર્યકરો ગંદકી કે અન્ય બાબતોની પણ કાળજી લેતા હોય છે. આ બંને સંસ્થાના કાર્યને અહીં મુલાકાતે આવતા લોકો પણ વખાણતા હોય છે.