Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Interview for Assistant Station Officer in Ahmedabad Fire Department suddenly cancelled,

Ahmedabad news: અમદાવાદ ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરના ઇન્ટરવ્યૂ અચાનક રદ્દ, જાણો શું છે કારણ

Timeછેલ્લું અપડેટ : 02 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news:  અમદાવાદ ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરના ઇન્ટરવ્યૂ અચાનક રદ્દ, જાણો શું છે કારણ
સોર્સ : gstv

અમદાવાદ ફાયર વિભાગમાં કૌભાંડ એ કોઈ નવી બાબત નથી. બોગસ સ્પોન્સરશીપ લેટરના આધારે પહેલા નાગપુર નેશનલ ફાયર સર્વિસ કોલેજ ખાતે એડમીશન લઈ અમદાવાદ ફાયર વિભાગમા નોકરી મેળવવાનુ કૌભાંડ બહાર આવ્યુ હતુ.જે પછી ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરની જગ્યા ભરવા લેખિત પરીક્ષાને બદલે ડોકયુમેન્ટ વેરીફિકેશનના આધારે ૨ ડિસેમ્બર-૨૫ના રોજ ૩૨ ઉમેદવારોને મૌખિક ઈન્ટરવ્યૂ માટે બોલાવાયા હતા. જેમા કૌભાંડ આચરવામા આવ્યુ હોવાના આક્ષેપ વચ્ચે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(વહીવટ) દ્વારા ઈન્ટરવ્યૂ રદ કરવાની ફરજ પડી છે.

App Store

ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરની ખાલી જગ્યા ભરવા એક વર્ષ પહેલા પ્રક્રીયા કરાઈ હતી.બધુ ગોઠવાઈ ગયા પછી ૨૭ નવેમ્બર-૨૫ના રોજ બધુ ગોઠવાઈ ગયા પછી બે જ દિવસમાં ઉમેદવારોના ડોકયુમેન્ટ વેરીફિકેશનની પ્રક્રીયા પુરી કરી ૩૨ ઉમેદવારોની એક યાદી મ્યુનિ.ની વેબસાઈટ ઉપર મુકી સંબંધિત ઉમેદવારોને ફોનથી મૌખિક ઈન્ટરવ્યૂમા હાજર રહેવા માટે જાણ કરવામા આવી હતી.સામાન્ય રીતે વર્ગ-૩ અને ૪ની ભરતીમા લેખિત પરિક્ષા લેવામા આવે છે. ફાયર વિભાગમાં ભરતી કૌભાંડ કરી મામકાઓને નિમણૂંક આપવા મૌખિક ઈન્ટરવ્યૂથી ભરતી કરવા કારસો ગોઠવાયો હોવાથી ઈન્ટરવ્યૂ પ્રક્રીયા રદ કરવા માંગણી કરી હતી.ઉમેદવારોની યાદી કોર્પોરેશનની વેબસાઈટ ઉપર મુકાતાની સાથે જ સોશિયલ મિડીયામા આ ઈન્ટરવ્યૂને લઈ કોમેન્ટસનો મારો ચલાવાયો હતો.યાદીમા જે ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. આ પૈકી કેટલાક ઉમેદવારોની સહાયક સ્ટેશન ઓફિસરમા નિમણૂંક થાય એ માટે આર્થિક પ્રલોભનો પણ આપવામા આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડયુ હતુ.ઈન્ટરવ્યૂમાં બેસનારા ઉપર પણ ભલામણના ફોન શરૃ થઈ ગયા હતા.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ, ઈન્ટરવ્યૂ પ્રક્રીયા રદ કરાઈ છે.

યાદીમાં મોટાભાગના ફરજ બજાવી રહેલા ફાયર ઓફિસરના સગા હોવાનો ઘટસ્ફોટ

કોર્પોરેશને મૌખિક ઈન્ટરવ્યૂ માટે જે ૩૨ ઉમેદવારના નામ જાહેર કર્યા છે.એમાં અમદાવાદ ફાયર વિભાગમા ફરજ બજાવતા એક અધિકારી જેમની સામે વિજિન્સ તપાસ ચાલે છે તેમના નામનો સમાવેશ કરાયો છે.ઉપરાંત ફાયર વિભાગમા ફરજ બજાવતા એક અધિકારીના સંબંધીનો  સમાવેશ કરાયો છે.આ ઉપરાંત સિનિયર ફાયર ઓફિસરોના ભાઈ-ભત્રીજાના નામ પણ સમાવાયા હોવાની ચર્ચાએ જોર પકડયુ છે.હાલમાં કોર્પોરેશનમાં કે પછી રાજય સરકારમા ફરજ બજાવી રહેલાઓના સગાઓના નામ યાદીમા જાહેર કરવામા આવ્યા હતા.

બોગસ સ્પોન્સરશીપ કૌભાંડ પછી પણ અધિકારીઓએ આંખ બંધ રાખી

અમદાવાદ ફાયર વિભાગમાં કેન્દ્ર સરકારની નાગપુર ખાતે આવેલી નેશનલ ફાયર સર્વિસ કોલેજ સાથે છેતપરિંડી કરી અમદાવાદ ફાયર વિભાગમા નોકરી મેળવવાના કૌભાંડ અંતર્ગત ગુજરાત હાઈકોર્ટમાં કાનૂની વિવાદ ચાલી રહયો છે.ચાર ફાયર ઓફિસરોને નોકરીમાંથી ડિસમીસ કરી દેવાયા છે. આ ગંભીર ઘટના પછી પણ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓએ આંખ બંધ રાખીને સહાયક સ્ટેશન ઓફિસર માટેના મૌખિક ઈન્ટરવ્યૂ ગોઠવી દીધા હતા.